નવી દિલ્હી : દિલ્હી - એનસીઆરમાં રવિવારે સાંજે હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનુ કેન્દ્ર હરિયાણાનું સોનીપતમાં હોવાનું જણાવાઇ રહ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 મપાઇ ગઇ છે. ભૂ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, રવિવારે સાંજે 3.37 મિનિટે ભૂકંપના હળવા ઝટકાઓ અનુભવાયા હતા. ભૂકંપમાં હજી સુધી કોઇ પણ પ્રકારનાં નુકસાન અંગેની કોઇ જ માહિતી નથી. લોકોમાં જોકે ભૂકંપ બાદ ફફડાટનો માહોલ છે.