નવી દિલ્હીઃ બિહારના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા છે. રાજ્યના પટના, કિસનગંજ, અરરિયામાં ભૂકંપના હળવા આંચકા આવ્યા છે. તો આસામ અને પશ્ચિમ બંગાળ રાજ્યના કેટલાક વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપનું સેન્ટર સિક્કિમ-નેપાળ સરહદ હોવાનું સામે આવ્યું છે. આ ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી છે. હજુ સુધી કોઈ રાજ્યમાં જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. 


જાણવા મળી રહ્યું છે કે સિક્કિમ, નાગાલેન્ડ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. દાર્જિલિંગ સહિત ઉત્તર બંગાળના ઘણા જિલ્લામાં પણ આ ઝટકા અનુભવાયા છે.