નવી દિલ્હી: ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલા ઈસ્ટ પાકિસ્તાનવાળા બોર્ડર પિલરને બહુ જલદી બદલી નાખવામાં આવશે. બાંગ્લાદેશ સરકારે થોડા વર્ષો પહેલા જ ભારત સરકારને ભલામણ કરી હતી કે સરહદ પર ભારત પાકિસ્તાનના ભાગલા વખત લાગેલા ઈસ્ટ પાકિસ્તાનવાળા પીલરને તેઓ હટાવવા માંગે છે. બાંગ્લાદેશ સરકાર ઈસ્ટ પાકિસ્તાનની જગ્યાએ બાંગ્લાદેશવાળા નવા પિલરને લગાવવા માંગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ જોવા જઈએ તો ભારત અને પાકિસ્તાન સરહદ પર લાગેલા બોર્ડર પોસ્ટની દેખરેખ બીએસએફ કરે છે. પરંતુ અત્યાર સુધી ભારત અને બાંગ્લદેશની સરહદ પર લાગેલા બોર્ડર પોસ્ટ સંબંધિત રાજ્યો સર્વેથી લઈને મેન્ટેનન્સ કરતા હતાં, પરંતુ હવે મેઘાલયને છોડીને બાકીની તમામ બોર્ડર પોસ્ટના મેન્ટેનન્સની જવાબદારી કેન્દ્ર સરકારે બીએસએફને સોંપી દીધી છે. 


બીએસએફના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ "કેન્દ્ર સરકાર તરફથી અમને બોર્ડર પિલર બદલવાની મંજૂરી મળી ગઈ છે. પહેલા ફેઝ અંતર્ગત ભારત-બાંગ્લાદેશ સરહદના ઈસ્ટ પાકિસ્તાનના 31 પિલર બદલવામાં આવશે. અમે અસરના ધુબરી, ફલકતાના 13 બોર્ડર પિલરને  બદલવાનું કામ આપતા અઠવાડિયાથી શરૂ કરશે અને બાકીના 18 પિલર બાંગ્લાદેશની બીજીબી બદલશે."


ઉલ્લેખનીય છે કે 1971થી અગાઉ બાંગ્લાદેશ ઈસ્ટ પાકિસ્તાન કહેવાતું હતું, પરંતુ ભારત પાકિસ્તાનની સરહદ પર લાગેલા ઈસ્ટ પાકિસ્તાનવાળા પિલર પોસ્ટ બદલવામાં આવ્યાં નહતાં. પરંતુ હવે લગભગ 49 વર્ષ બાદ બાંગ્લાદેશ પોતાના દેશથી ઈસ્ટ પાકિસ્તાન સંબંધિત તમામ નિશાનો હવે મીટાવશે.