નવી દિલ્હી : આજે ચૂંટણીપંચ દ્વારા દેશની લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. દેશમાં ચાર રાજ્યોમાં લોકસભાની સાથેસાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. આ વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ પંચે જાહેર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી 2019 : 11 એપ્રિલથી 19 મે સુધી 7 તબક્કામાં વોટિંગ, જાણો 10 મોટી વાત 


વિધાનસભા ચૂંટણીની જાહેરાત વિશે ચૂંટણીપંચે કહ્યું કે ચાર રાજ્યોના વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે થશે. આ રાજ્યોમાં ઓરિસ્સા, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી મામલે પંચે કહ્યું છે કે રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલય સાથે આ વાતની ચર્ચા થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમિક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. જમ્મુ-કાશ્મિરમાં હાલ ચૂંટણી યોજી શકાય એવું વાતાવરણ ન હોવાને કારણે રાજ્ય વિધાનસભાની ચૂંટણી ન કરવાનો ચૂંટણી પંચે નિર્ણય લીધો છે. આ બાબતે ચૂંટણી પંચે રાજ્યના પક્ષો સાથે પણ ચર્ચા કરી હતી. 


લોકસભાની ચૂંટણી વિશે ચૂંટણી પંચે જણાવ્યું કે, પહેલા તબક્કામાં 20 રાજ્યોની 91 લોકસભા સીટો પર મતદાન થશે, બીજા તબક્કામાં 13 રાજ્યોની 97 સીટો પર ચૂંટણી થશે. ત્રીજા તબક્કામાં 14 રાજ્યની 115 સીટો પર ચૂંટણી થશે. ચોથા તબક્કામાં 9 રાજ્યની 71 સીટો પર ચૂંટણી થશે. પાંચમા તબક્કામાં 7 રાજ્યોની 51 સીટો પર ચૂંટણી થશે. છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોની 59 સીટો પર ચૂંટણી થશે. સાતમાં તબક્કામાં 8 રાજ્યની 59 સીટો પર ચૂંટણીનું આયોજન થશે. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...