લોકસભા ચૂંટણી 2019 : 11 એપ્રિલથી 19 મે સુધી 7 તબક્કામાં વોટિંગ, જાણો 10 મોટી વાત 

દસ પોઇન્ટમાં ચાલો સમજીએ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સની મોટી જાહેરાતો

લોકસભા ચૂંટણી 2019 : 11 એપ્રિલથી 19 મે સુધી 7 તબક્કામાં વોટિંગ, જાણો 10 મોટી વાત 

નવી દિલ્હી : ભારતા મુખ્ય ચૂંટણી કમિશનર અને સુનીલ અરોડાએ રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી 2019ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ચાલો દસ પોઇન્ટમાં ચાલો સમજીએ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સની મોટી જાહેરાતો.

  • 1-લોકસભા ચૂંટણીની ઘોષણા સાથે જ રવિવારથી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. 
  • 2-તમામ પોલિંગ સ્ટેશન પર વીવીપૈટનો ઉપયોગ થશે. 
  • 3-સાત તબક્કામાં થશે લોકસભાની ચૂંટણી. 
  • 4-પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલે થશે. 
  • 5-ત્રીજા તબક્કાનું મતદાન 23 એપ્રિલે અને ચોથા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે. 
  • 6-પાંચમા તબક્કાનું મતદાન 6 મેના દિવસે અને છઠ્ઠા તબક્કાનું મતદાન 12 મેના દિવસે થશે. 
  • 7-સાતમા તબક્કાનું મતદાન 19મેના દિવસે થશે. 
  • 8-પ્રથમ તબક્કામાં 91 લોકસભા સીટ માટે, બીજા તબક્કામાં 97 લોકસભા માટે અને ત્રીજા તબક્કામાં 115 સીટો માટે મતદાન થશે. 
  • 9-ચોથા તબક્કામાં 71 સીટ પર, પાંચમાં તબક્કામાં 51 સીટ પર, છઠ્ઠા તબક્કામાં 59 સીટ પર અને સાતમા તબક્કામાં 59 સીટ પર ચૂંટણી થશે. 
  • 10-મતગણતરી 23 મેના દિવસે થશે.

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news