નવી દિલ્હીઃ ચૂંટણી પંચે બુધવારે ભોપાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર 72 કલાક સુધી પ્રચાર નહીં કરવાનો પ્રતિબંધ લગાવાયો છે. એટીએસના વડા હેમંત કરકરે અને બાબરી મસ્જિદ પર તેમણે આપેલા વિવાદિત નિવેદનો બાદ ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે. પંચે તેમનાં નિવેદનોની 'આકરી નિંદા' કરી છે અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા માટે 'ચેતવણી' પણ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચે જણાવ્યું કે, પ્રજ્ઞાએ દિવંગત આઈપીએસ અધિકારી સંબંધિત ટિપ્પણી પર માફી માગી લીધી છે, પરંતુ પંચને લાગે છે કે તેમનું આ નિવેદન 'અનુચિત' છે. પ્રજ્ઞા ઠાકુર પર 2 મે, 2019ના રોજ સવારે 6 કલાકથી પ્રતિબંધ લાગુ થશે. 


પ્રજ્ઞા ઠાકુરે ચૂંટણી પંચના આ પગલાનો સ્વીકાર કરતા કહ્યું કે, હું પંચનું સન્માન કરું છું. મને વાંધો નથી. 


 ગૌતમ ગંભીર પર બે વોટર આઈડી કાર્ડ રાખવાનો આપના ઉમેદવારનો ગંભીર આરોપ


ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે, તેના શાપના કારણે 26/11ના મુંબઈ હુમલામાં કરકરેનું મોત થયું હતું, કેમ કે માલેગાંવ વિસ્ફોટ કેસમાં તપાસ દરમિયાન આતંકવાદ વિરોધી ટીમના વડાએ તેને ઘણી 'હેરાન' કરી હતી. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો....