ગૌતમ ગંભીર પર બે વોટર આઈડી કાર્ડ રાખવાનો આપના ઉમેદવારનો ગંભીર આરોપ
આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાએ ગૌતમ ગંભીર સામે અપરાધિક ફરિયા દાખલ કરકી છે, જેની સામે કોર્ટે આરોપ માટેનો આધાર માગ્યો છે
Trending Photos
નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં બે વોટર આઈડી કાર્ડ રાખવા અંગેની ફરિયાદ થઈ છે. આપ પાર્ટીના નેતા આતિશી માર્લેનાએ ગૌતમ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, તેની પાસે બે વોટર આઈડી કાર્ડ છે. કોર્ટે આદિશી માર્લેના સાથે જોડાયેલી વધુ માહિતી દસ્તાવેજ સોંપવા જણાવ્યું છે. કોર્ટે ફરિયાદને પુછ્યું છે કે, તમે કયા આધારે આ અરજી કરી છે? કોર્ટે તમામ આધાર-પુરાવા સાથે 6 મેના રોજ ફરિયાદીને કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે.
ફરિયાદીએ તપાસ માટે વિનંતી કરી
ગૌતમ ગંભીર પર કથિત રીતે બે વોટર આઈડી કાર્ડ રાખવાનો ગંભીર આરોપ લગાવાયો છે. આપ પાર્ટીના આતિશી માર્લેનાએ ફરિયાદ કરી છે કે, ગંભીરે જનપ્રતિનિધિત્વ કાયદાનું ઉલ્લંઘન કરીને એક કરતાં વધુ વિસ્તારમાં મતદાર તરીકે કથિત રીતે નોંધણી કરાવી છે. ફરિયાદમાં પોલીસને આ સમગ્ર કેસની તપાસ કરવા માટે અપીલ કરી છે.
ફરિયાદમાં એવો આરોપ લગાવાયો છે કે, પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે બે જુદા-જુદા વિસ્તાર કરોલબાગ અને રાજેન્દ્રનગરમાં મતદાર તરીકે જાણીજોઈને અને ગેરકાયદે રીતે નોંધણી કરાવી છે.
વકીલ મોહમ્મદ ઇર્શાદ દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં આરોપ લગાવાયો છે કે, ગંભીર ચૂંટણી લડવાની લાયકાત હાંસલ કરવા અને તેના દ્વારા સંસદનું સભ્યપદ લેવા માટે પોતાના નામાંકન પત્ર, તેની સાથે સોંપેલા સોગંદનામા અને મતદાર હોવાના અન્ય દસ્તાવેજોમાં ખોટી માહિતી પુરી પાડી છે. પૂર્વ દિલ્હી બેઠક પરથી આપના ઉમેદવાર આતિશીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, બે જુદા-જુદા વિસ્તારમાં મતદાર તરીકે ગૌતમ ગંભીરની નોંધણી ચૂંટણી પંચના રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ પર ઓનલાઈન ઉપલબ્ધ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે