નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ભાજપના સાંસદો અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માને તેના હાલના વિવાદિત નિવેદનને લઈને કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. આયોગે ઠાકુરને વિવાદિત નારા લગાડાવવા પર કારણ દર્શાવો નોટિસ આપીને જવાબ માગ્યો છે. તેમને 30 જાન્યુઆરી બપોરે 12 કલાક સુધીનો સમય આપવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે ઠાકુર અને વર્માની ટિપ્પણીઓ પર ચૂંટણી પંચને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. બીજીતરફ કોંગ્રેસે ભાજપના નેતાઓના નિવેદનબાજીની તુલના જર્મનીના નાજી સમય સાથે કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસે કરી ચૂંટણી પંચમાં ફરિયાદ
ભાજપના નેતાઓના 'ભડકાઉ નિવેદન' વિરુદ્ધ મંગળવારે કોંગ્રેસે ચૂંટણી પંચનો દરવાજો ખખડાવ્યો હતો અને કાર્યવાહીની માગ કરી હતી. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સુભાષ ચોપડાની આગેવાનીમાં કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચ પહોંચ્યું અને ભાજપના નેતાઓના નિવેદનને લઈને ફરિયાદ કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા અજય માકને કહ્યું, 'પ્રવેશ વર્મા અને અનુરાગ ઠાકુર તથા ગૃહપ્રધાન અમિત શાહ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યાં છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ પોતાની હારના ડરથી સાંપ્રદાયિક માહોલ ઉભો કરવા ઈચ્છે છે.'


નાજી જર્મનીની યાદ અપાવી રહ્યાં છે ભાજપના નેતાના નિવેદનઃ ચિદમ્બરમ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરના એક વિવાદિત નારો લગાવવા પર હુમલો કર્યો અને દાવો કર્યો કે સત્તામાં રહેલી પાર્ટીના નિવેદન 1930ના દાયકાના જર્મનીની યાદ અપાવે છે. પૂર્વ ગૃહપ્રધાને ટ્વીટ કર્યું, 'મંત્રી લોકોને ગોળી મારો'ના નારાની સાથે ભડકાવી રહ્યાં છે. શું આ એક તબક્કા વિરુદ્ધ હિંસા ભડકાવવી નથી? તેમણે સવાલ કર્યો, 'એક-એક દિવસ પસાર થયાની સાથે ભાજપ તરફથી જે નિવેદનબાજી થઈ રહી છે તે 1930ના દાયકાના જર્મનીની યાદ અપાવે છે.' તેમનો ઈશારો જર્મનીમાં નાજીવાદના સમય તરફ હતો જ્યાં યહુદિઓ પર અત્યાચાર થયા હતા. 


corona virus: ચીનના વાયરસથી ચારે તરફ ડરનો માહોલ, આ છે બચવાની રીત


શું કહ્યું હતું પ્રવેશ વર્મા અને અનુરાગ ઠાકુરે
હકીકતમાં ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ મંગળવારે એક વિવાદ ઉભો કરતા કહ્યું કે, કાશ્મીરમાં જે કાશ્મીરી પંડિતો સાથએ થયું તે દિલ્હીમાં પણ થઈ શકે છે. તેમણે ચેતવણી આપી કે શાહીન બાગમાં લાખો સીએએ વિરોધી પ્રદર્શનકારીઓ ઘરોમાં ઘુસી શકે છે અને મહિલાઓ સાથે બળાત્કાર કરી શકે છે. આ પહેલા સોમારે ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે ગદ્દારોને ગોળી મારો વારો નારો લગાડવાવીને વિવાદ ઉભો કર્યો હતો.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...