નવી દિલ્હી: ચૂંટણી પંચ આજે યુપી સહિત પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આજે બપોરે સાડા ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ આ પાંચ રાજ્યોમાં આચાર સંહિતા લાગૂ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UP માં 15 કરોડ કરતા વધુ મતદારો
અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં ગત વિધાનસભા ચૂંટણી 7 તબક્કામાં થઈ હતી. યુપીમાં 15 કરોડ કરતા વધુ મતદારો આ વખતે મતદાન કરશે. વર્ષ 2017માં ચૂંટણી પંચે આ 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત 3 જાન્યુઆરીએ કરી હતી. આ વખતે 8 જાન્યુઆરીએ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ યુપીમાં 5-7 તબક્કામાં, પંજાબમાં 1થી 2 તબક્કામાં અને મણિપુરમાં પણ 1-2 તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. 


PM મોદીનો કાફલો રોકનારા પર ફક્ત 200 રૂપિયા દંડ, FIR માં પ્રધાનમંત્રીનો ઉલ્લેખ સુદ્ધા નહીં


પંજાબમાં સુરક્ષાનો પડકાર
પંજાબની વાત કરીએ તો અહીં ચૂંટણી કરાવવાની સાથે ચૂંટણી પંચ સમક્ષ સુરક્ષા પણ મોટો પડકાર છે. ગુપ્તચર એજન્સીઓ ઈનપુટ આપી ચૂકી છે કે પંજાબમાં સુરક્ષા સ્થિતિ ખુબ ગંભીર છે. 


કોરોનાના વધતા કેસો વચ્ચે ચૂંટણી કરાવવી એ પડકાર
આ સાથે જ કોરોના વાયરસનું સંક્રમણ પણ મોટો મુદ્દો બનીને ચૂંટણી પંચ સમક્ષ ઊભો છે. ચૂંટણી રેલીઓ કરાવવાની મંજૂરી હશે કે નહીં તેના પર નિર્ણય ચૂંટણી પંચ લેશે. 


Corona Update: કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 1.41 લાખથી વધુ નવા કેસ નોંધાયા


અત્રે જણાવવાનું કે યુપીમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી હતી. ભાજપ ગઠબંધનને 325  બેઠકો, સપાને 47, બીએસપીને 19, કોંગ્રેસને 7 અને અન્યને 7 બેઠકો મળી હતી. જ્યારે 2017માં પંજાબમાં કોંગ્રેસને બહુમત મળ્યું હતું. કોંગ્રેસને 77, આમ આદમી પાર્ટીને 20, અકાલી દળને 16 અને ભાજપને 3 બેઠકો પર જીત મળી હતી. અત્રે જણાવવાનું કે ઉત્તરાખંડમાં પણ ભાજપની સરકાર છે. ગત ચૂંટણીમાં ભાજપને 56, કોંગ્રેસને 11 અને અન્યને 2 બેઠક મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube