Corona Update: કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 1.41 લાખથી વધુ નવા કેસ નોંધાયા

ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.41 લાખથી વધુ કેસ નોંધાયા છે.

Corona Update: કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 1.41 લાખથી વધુ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.41 લાખથી વધુ કેસ નોંધાયા છે. ગઈ કાલે 1,17,100 નવા કેસ નોંધાયા હતા. જેને જોતા 21 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. 28 ડિસેમ્બરે કોરોનાના 6,358 કેસ નોંધાયા હતા. 

કોરોનાના નવા 1.41 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,41,986 કેસ નોંધાયા છે. એક દિવસમાં 40,895 દર્દીઓ રિકવર પણ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 3,44,12,740 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં 4,72,169 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં કોરોનાથી 285 દર્દીઓના મોત થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 4,83,178 પર પહોંચ્યો છે. હાલ દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 9.28% થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 150.06 કરોડ ડોઝ અપાયા છે. 

રિકવરી રેટ 97.30 ટકા
કોરોનાથી એક દિવસમાં 40,895 દર્દીઓ રિકવર પણ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 3,44,12,740 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.30 થયો છે. જે સ્પીડથી કોરોનાના નવા કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક છે. 

— ANI (@ANI) January 8, 2022

ઓમિક્રોનના દર્દી 3071 થયા
દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા 3071 થઈ છે. શુક્રવારે આ આંકડો 3007 હતો. છેલ્લા 24 કલાકમાં નવા 64 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 1203 દર્દીઓ સાજા થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 876 દર્દીઓ નોંધાયા છે. જ્યારે દિલ્હીમાં ઓમિક્રોનના 513 દર્દીઓ નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news