નવી દિલ્હી : ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીની તારીખો ઝડપથી જાહેર કરશે જે એપ્રીલ-મે મહિનામાં સાત-આઠ તબક્કામાં સંપન્ન થઇ શકે છે. સુત્રોએ ગુરૂવારે આ અંગે માહિતી આપી હતી. સુત્રોએ કહ્યું કે, ચૂંટણી પંચ આગામી 17મી લોકસભા ચૂંટણી કરાવવા માટે તમામ પ્રકારનાં સામાનની તૈયારીઓ પુર્ણ કરવાના અંતિમ તબક્કામાં છે. ચૂંટણીના વિસ્તૃત કાર્યક્રમની જાહેરાત આ અઠવાડીયા સુધીમાં અથવા આગામી અઠવાડીયાની શરૂઆત સુધીમાં થઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ હુમલામાં હિજ્બુલ મુજાહિદ્દીનનો હાથ, આરોપીનો ખુલાસો

ત્રણ જુને પુર્ણ થશે આ લોકસભાનો કાર્યકાળ
હાલના લોકસભા કાર્યકાળ ત્રણ જુને સમાપ્ત થઇ રહ્યું છે. ચૂંટણીની તારીખની જાહેરાત બાદ આગામી અઠવાડીયા અને બીજા તબક્કાનાં મતદાન માટે ચૂંટણી પર્યવેક્ષકોની બેઠક યોજાશે. ચૂંટણી પંચના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું કે, પંચ કોઇ પણ દિવસ તારીખોની જાહેરાત કરવા માટે તૈયાર છે અને આ જાહેરાત આ અઠવાડીયા સુધી અથવા તેમાંથી મહત્તમ મંગળવાર સુધી થઇ શકે છે. સુત્રો અનુસાર પહેલા તબક્કાનાં મતદાન માટે માહિતી માર્ચના અંત સુધી ઇશ્યું થઇ શકે છે અને તેના માટે મતદાન એપ્રીલનાં આગામી અઠવાડીયામાં યોજાવાની સંભાવના છે. 


13 પોઇન્ટ રોસ્ટર રદ્દ: SC/ST/OBCનાં પક્ષમાં મોદી સરકારનો મહત્વનો નિર્ણય

કેટલાક રાજ્યોની ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે થઇ શકે છે
સંપુર્ણ સંભાવના છે કે પંચ જુની પરંપરાની જેમ જ આંધ્રપ્રદેશ, ઓિસ્સા, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની વિધઆનસભા ચૂંટણી પણ લોકસભા ચૂંટણી સાથે કરાવી શકે છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ભંગ થઇ ચુકી છે. એટલા માટે પંચ મે મહિનામાં સમાપ્ત થઇ રહેલા 6 મહિનાની અવધિની અંદર અહીં પણ નવેસરથી ચૂંટણી કરાવવા માટે બાધ્ય છે. એક મંતવ્ય છે કે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે યોજાશે, જો કે ભારત- પાકિસ્તાન સીમા પર તણાવ વધવાના કારણે રાજ્યનાં જટિલ સુરક્ષા પરિસ્થિતીને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવશે.