13 પોઇન્ટ રોસ્ટર રદ્દ: SC/ST/OBCનાં પક્ષમાં મોદી સરકારનો મહત્વનો નિર્ણય

વડાપ્રધાનનાં ઘરે ગુરૂવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં 13 પોઇન્ટ રોસ્ટરને હટાવી 200 પોઇન્ટ રોસ્ટર લાગુ કરવા માટેનાં અધ્યાદેશને મંજુરી મળી ગઇ

13 પોઇન્ટ રોસ્ટર રદ્દ: SC/ST/OBCનાં પક્ષમાં મોદી સરકારનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકાર દલિત- આદિવાસીઓ અને ઓબીસીને સાધવાની કવાયતમાં છે. વડાપ્રધાન આવાસ પર ગુરૂવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં 13 પોઇન્ટ 13 પોઇન્ટ રોસ્ટરને પલટીને 200 પોઇન્ટ રોસ્ટર સિસ્ટમ લાગુ કરવા માટે અધ્યાદેશને મંજુરી આપવામાં આવી છે. એક અંદાજ અનુસાર મોદી સરકારનાં હાલનાં કાર્યકાળમાં આ અંતિમ કેબિનેટ બેઠક છે. કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ તેની માહિતી આપી. 

મોદી સરકારે 13 પોઇન્ટ રોસ્ટર સિસ્ટમનું સ્થાન અનામતનાં જુના 200 પોઇન્ટ રોસ્ટર સિસ્ટમને બહાલ કરવા માટે અધ્યાદેશને મંજુરી આપી દીધી છે. SC/ST/OBC ને કેન્દ્રીય યુનિવર્સિટીમાં જુની સિસ્ટમ અનુસાર અનામતને બહાલ કરવાને મંજુરી આપવામાં આવી છે. સાથે જ 50 નવી કેન્દ્રીય યુનિવર્સિટીને કેબિનેટની મંજુરી આપવામાં આવી છે. 

અરૂણ જેટલીએ 13 પોઇન્ટ રોસ્ટરનાં કારણે યુનિવર્સિટીમાં નબળા વર્ગોનાં પ્રતિનિધિત્વમાં ઘટાડાને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. ખાંડના ઉત્પાદન માટે કેબિનેટે વધારાના ફંડને મંજુરી આપી છે. તેમણે જણાવ્યું કે, આર્થિક મુદ્દે કેન્દ્રીય સમિતીએ પશ્ચિમ બંગાળનાં નારાયણગઢ અને ઓરિસ્સાનાં ભદ્રક વચ્ચે ત્રીજી રેલવે લાઇનનાં નિર્માણને મંજુરી આપી દીધી હતી. 

કેન્દ્રીય મંત્રીએ આ માહિતીમાં જણાવ્યું કે, દિલ્હીમાં જે અધિકૃત કોલોનીઓ છે, તેના માટે દિલ્હીનાં ઉપરાજ્યપાલની અધ્યક્ષતામાં એખ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી વિચાર કરશે કે જ્યાં લોકોનાં રહેણાંક હોય ત્યાં લોકોને જમીનનાં માલિકી કઇ રીતે આપવામાં આવે તે અંગે વિચાર કરવામાં આવશે. કારણ કે આ સ્થળો પર ઘણા મોટા પ્રમાણમાંવસ્તી રહે છે.

આ મુદ્દાઓ પર લાગેલી છે કેબિનેટની મહોર
- કેબિનેટે નુકસામાં ચાલી રહેલા થર્મલ પાવર પ્રોજેક્ટને રાહત આપવાનો નિર્ણય લીધો છે. મંત્રીઓનાં સમુહની ભલામણને મંજુરી આપવામાં આવી, નાણામંત્રી અરૂણ જેટલીની આગેવાનીમાં મંત્રીઓનો સમુહ બનાવાયો હતો. 
- હાઇડ્રો પાવર સેક્ટરને આગળ વધારવા માટે મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા છે. હાઇડ્રો પાવર સેક્ટરને રિન્યુએબલ એનર્જીનો દરજ્જો આપવામાં આવશે. હવે ગ્રીન એનર્જી પ્રોજેક્ટને મળનારા ફંડનો ઉપયોગ હાઇડ્રો પાવર કંપની કરી શકશે. 
- ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ પાઇવેટ લિમિટેડમાં NHPCનાં રોકાણને મંજુરી
- સિક્કિમમાં 500MWનાં Lanco હાઇડ્રો પ્રોજેક્ટનાં અધિગ્રહણને મંજુરી
- બિહારનાં બક્સરમાં 660 MWનાં બે ત્રણ થર્મલ પાવર પ્લાન્ટને મંજુરી
- ઉત્તરપ્રદેશનાં ખુર્જામાં સુપર થર્મલ પાવર પ્લાન્ટ (1320 MW) ચાલુ કરવા માટેના રોકાણને મંજુરી
- મધ્યપ્રદેશમાં અમેનિયા કોલ માઇન્સમાં કામ ચાલુ કરવા માટે રોકાણને મંજુરી
- દિલ્હી મેટ્રો પ્રોજેકટ ફેઝ-4 ને મંજુરી. ફેઝ-4 હેઠળ દિલ્હીનાં એોસિટીથી તુગલકાબાદ, આરકે આશ્રમથી જનકપુરી પશ્ચિમી, મુકુંદપુરાથી મોજપુર સુધી મેટ્રો લાઇનને મંજુરી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news