કલકત્તા: ચૂંટણી પંચ (ECI) એ પશ્વિમ બંગાળમાં પેટાચૂંટણી (West Bengal By Elections) ની તારીખની જાહેરાત કરી દીધી છે. પશ્વિમ બંગાળની ભવાનીપુર, સમસેરગંજ અને જંગીપુર વિધાનસભા સીટ પર 30 સપ્ટેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાશે અને વોટોની ગણતરી 3 ઓક્ટોબરે કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સીટ પરથી ચૂંટણી લડી શકે છે મમતા બેનર્જી
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) ભવાનીપુર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે. તમને જણાવી દઇએ કે મમતા બેનર્જી વિધાનસભા ચૂંટણી 2021 માં નંદીગ્રામ સીટ પરથી હારી ગઇ હતી. વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ સીટ પર ભાજપના શુવેંદુ અધિકારીની જીત થઇ હતી. 

કોણ છે ટપ્પૂની 'નાની પત્ની', પોતાની અદાઓ વડે હસીનાઓને આપે છે ટક્કર


સીએમ મમતા બેનર્જીનું ધારાસભ્ય બનવું જરૂરી
તમને જણાવી દઇએ કે બુધવારે ચૂંટણી કમિશને પશ્વિમ બંગાળના ચીફ સેક્રેટરીની સાથે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા મીટિંગ કરી અને પેટાચૂંટણીના આયોજન પર ચર્ચા કરી હતી. જાણી લો કે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી બની રહેવા માટે મમતા બેનર્જીનું વિધાનસભાના સભ્ય બનવું જરૂરી છે. 


સંવિધાનના આર્ટિકલ 164(4) ના અનુસાર ચૂંટણી નહી જીતે તો પણ કોઇ વ્યક્તિ મુખ્યમંત્રી બની શકે છે પરંતુ તેમછતાં આગામી 6 મહિનાની અંદર તેને રાજ્યની વિધાનસભાના અથવા વિધાન પરિષદના સભ્ય બનવાનું હોય છે. પશ્વિમ બંગાળમાં વિધાન પરિષદ નથી એટલા માટે મમતા બેનર્જીને વિધાનસભાના સભ્ય બનવા માટે ચૂંટણી જીતવી પડશે. 


અત્રે ઉલ્લેખનીય છે કે સીએમ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીની વિધાનસભા ચૂંટણી 2021 માં બંપર જીત થઇ હતી. ટીએમસીએ 294 સીટોમાં 213 પર જીત નોંધાવી હતી. તો બીજી તરફ ભાજપે 77 સીટ પર જીત પ્રાપ્ત કરી હતી.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube