નવી દિલ્હીઃ તમિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી દેવાઈ છે. ચૂંટણી પંચ દરમિયાન આ લોકસભા વિસ્તારમાં મોટા પ્રમાણમાં રોકડ રકમ પકડાઈ હતી. ચૂંટણી પંચે આ અંગે રાષ્ટ્રપતિને એક ભલામણ મોકલી હતી, જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. ત્યાર બાદ વેલ્લોર બેઠકની ચૂંટણી રદ્દ કરી દેવાઈ છે, અહીં 18 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીનું જાહેરનામું રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવે છે. આથી કોઈ બેઠકની ચૂંટણી રદ્દ કરવાનો અધિકાર પણ તેમના કાર્યક્ષેત્રમાં આવે છે. ડીએમકે ઉમેદવારના કાર્યાલયમાંથી થોડા દિવસ પહેલા ચૂંટણી પંચે મોટા પ્રમાણમાં રોકડ રકમ પકડી હતી. 


તમિલનાડુની 38 અને પોડ્ડુચેરીની 1 બેઠક પર બીજા તબક્કામાં 18 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. આથી, અહીંનો ચૂંટણી પ્રચાર મંગળવારે બંધ થઈ ગયો હતો. બીજા તબક્કામાં દેશમાં 13 રાજ્યોની 97 સીટ પર વોટ નાખવામાં આવશે. 


મમતા માટે પ્રચાર કરનારા બાંગ્લાદેશી સુપરસ્ટારને ગૃહમંત્રાલયે કર્યો 'બ્લેકલિસ્ટ'


લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...