નવી દિલ્હી : ઇમાનદાર કરદાતાઓને રાજદ્વારીઓ જેવુ સન્માન અથવા ફરી તેમનાં નામ પર કોઇ માર્ગનું નામકરણ થાય તો કેવું લાગે ? આર્થિક સર્વેમાં દેશનાં ઇમાનદાર ટેક્સ ચુકવનારાઓને સન્માનિત કરવા માટે કેટલીક ભલામણ કરવામાં આવી છે. દેશમાં મહત્તમ લોકોને ટેક્સ ચુકવવાની આદત વધે તે માટે કેટલાક એવા આકર્ષક પગલા ઉઠાવવા માટેની ભલામણ આર્થિક સર્વેમાં કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJP એ બેટ્સમેન આકાશ વિજયવર્ગીયને ફટકારી નોટિસ, મોટી કાર્યવાહીની વકી
આર્થિક સર્વેમાં અપાયેલા ભલામણ અનુસાર સામાન્ય રીતે જોવા મળ્યું છે કે નાગરિક પોતાનાં સોશિયલ સ્ટેટસ દેખાડવા માટે ખુબ જ મોંઘી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. તેને જોતા શહેરનાં 10 સૌથી વધારે ટેક્સ ચુકવનારા લોકોને સન્માનિત કરવામાં આવી શકે છે. તેના માટે ખાસ ભલામણો પણ કરવામાં આવી છે. 


કાશ્મીરને સળગતુ રાખતા અલગતાવાદી નેતાનાઓના પોતાના સંતાનો વિદેશમાં !
અક્ષમ નેપાળી મહિલા પર દુષ્કર્મ અને હત્યાનાં 7 આરોપીની ફાંસીની સજા પર સુપ્રીમનો સ્ટે
સર્વેમાં અપાયેલ કેટલીક ભલામણો
1. ઇમાનદાર ટેક્સ ચુકવનારાઓને એરપોર્ટ પર બોર્ડિંગ દરમિયાન કેટલીક ખાસ સુવિધાઓ આપવામાં આવી શકે છે. માર્ગ પર ફર્સ્ટ લેનમાં ચાલનારાઓની સુવિધા અથવા રોડ અને ટોલ બુથ પર એવી કેટલીક વિશેષ છુટ અને એટલું જ નહી રાજદ્વારીઓની જેમ જ ઇમિગ્રેશન કાઉન્ટર પર વિશે, લાઇનમાં ઉભા રહેવાની છુટ જેવી ભલામણો કરવામાં આવી છે. 
2. સર્વેમાં ભલામણ કરવામાં આવી છે કે એક દશકમાંસૌથી વધારે ટેક્સ ચુકવનારાઓનાં નામ પર કોઇ મહત્વપુર્ણ બિલ્ડિંગ, સ્મારક, માર્ગ, ટ્રેન, હોસ્પિટલ, યૂનિવર્સિટી અથવા એરપોર્ટનું નામકરણ કરવામાં આવી શકે છે. 
3. આ પ્રકારને ઇમાનદાર અને મોટા પ્રમાણમાં ટેક્સ ચુકવનારાઓ માટે ખાસ ક્લબ બનાવવાની ભલાણ પણ કરવામાં આવી છે. આર્થઇક સર્વેમાં ભલામણ કરાઇ છે કે આ પ્રકારે ક્લબનું સભ્યપદ કેટલાક ખાસ લોકને જ અપાશે. આ પ્રકારનાં પગલાથી સમાજમાં તે સંદેશ જશે કે ઇમાનદારીથી ટેક્સ ચુકવનારાઓને સમાજનમાં સન્માન મળે છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એવા સમાચારો આવ્યા હતા કે સરકાર ઇમાનદારીથી કર ચુકવનારાઓને સન્માનિત કરવા માટે કેટલાક ખાસ પગલાઓ ઉઠાવી શખે છે. જેના માટે એવા કરતદાતાઓને ઇંસેટિંવ પ્રોગ્રામ દ્વારા કેટલાક ખાસ રિવોર્ડ આપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમની પાછ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) દ્વારા એક કમિટીની પણ રચના કરવામાં આવી હતી.