BJP એ બેટ્સમેન આકાશ વિજયવર્ગીયને ફટકારી નોટિસ, મોટી કાર્યવાહીની વકી

નગર નિગમના કર્મચારીને બેટથી મારનાર ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નોટિસ ફટકારી છે. આકાશને નોટિસ ભાજપ અનુશાસન સમિતીએ ઇશ્યું કરી છે. વડાપ્રધાન મોદીએ મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠકમાં આકાશ વિજય વર્ગીયના મુદ્દે મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, કોઇનો પુત્ર હોય, પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઇએ. જો કે વડાપ્રધાને આકાશ વિજય વર્ગીયનું નામ લેવાનું ટાળ્યું હતું. 
BJP એ બેટ્સમેન આકાશ વિજયવર્ગીયને ફટકારી નોટિસ, મોટી કાર્યવાહીની વકી

નવી દિલ્હી : નગર નિગમના કર્મચારીને બેટથી મારનાર ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નોટિસ ફટકારી છે. આકાશને નોટિસ ભાજપ અનુશાસન સમિતીએ ઇશ્યું કરી છે. વડાપ્રધાન મોદીએ મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠકમાં આકાશ વિજય વર્ગીયના મુદ્દે મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, કોઇનો પુત્ર હોય, પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઇએ. જો કે વડાપ્રધાને આકાશ વિજય વર્ગીયનું નામ લેવાનું ટાળ્યું હતું. 

કાશ્મીરને સળગતુ રાખતા અલગતાવાદી નેતાનાઓના પોતાના સંતાનો વિદેશમાં !
આ અંગે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ જણાવ્યું કે, પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયના મુદ્દેવડાપ્રધાન મોદી ખુબ જ નારાજ છે. તેમણે કહ્યું કે, આ પ્રકારે વ્યવહારને ક્યારે પણ સ્વીકારી શકાય નહી. પછી તે કોઇનો પણ પુત્ર હોય કે સાંસદ હોય. એવા લોકો પાર્ટીમાં ન હોવા જોઇએ. કોઇમાં અહંકાર ન હોવો જોઇએ અને અધિકારીઓ સાથે યોગ્ય વ્યવહાર કરવો જોઇએ. 

અમરનાથ યાત્રા :ત્રણ દિવસમાં 22 હજાર શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયએ ઇંદોરનાં નગર નિગમ અધિકારીને બેટ વડે માર માર્યો હતો. ત્યાર બાદ આ મુદ્દે આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરવામાં આવી હતી. જો કેકોર્ટમાંથી મુક્ત થયા બાદ આકાશ વિજય વર્ગીયએ કહ્યું હતું કે, તેમણે પોતાનાં કરેલા કામ પર કોઇ જ પશ્યાતાપ નથી. જે કર્યું તે બધુ સમજી વિચારીને કર્યું છે. 

INX મીડિયા કેસ: ઇન્દ્રાણી મુખર્જી બની સરકારી સાક્ષી, પી. ચિદમ્બરમ પણ આ કેસમાં આરોપી
જ્યારે આ અંગે ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, આ ઘટના ખુબ જ દુર્ભાગ્યપુર્ણ છે. મને લાગે છે કે આકાશ વિજયવર્ગીય અને નગર નિગમના કમિશ્રર બંન્ને કાચા ખેલાડી છે આ એટલો મોટો મુદ્દો પણ નહોતો પરંતુ તેને જાણી બુઝીને મોટો બનાવવામાં આવ્યો. તેમણે જો કે અધિકારીમાં આટલો અહંકાર ન હોવો જોઇએ તેવી ટકોર કરી સાથે કહ્યું કે, તેમણે જનપ્રતિનિધિ સાથે ચર્ચા કરવી જોઇએ. આ બાબતે તેનો અભાવ જોવા મળી રહ્યો છે. આવી ઘટના ફરી એકવાર ન થાય, તેના માટે બંન્નેએ સમજવું જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news