નવી દિલ્હી : ઇડી દ્વારા Embraer પ્લેન મુદ્દે કાર્યવાહી કરતા ગૌતમ ખેતાનની 15.32 કરોડની સંપત્તી જપ્ત કરી છે. આ સંપત્તી KRBL Ltd નામનથી છે. જેનો માલિકી હક ગૌતમ ખેતાન પાસે છે. 2008માં UPA સરકાર દરમિયાન 208 મિલિયનનાં ત્રણ Embraer Aircraft ડીલ થઇ હતી, આરોપ છે કે આ ડીલને કરાવવામાં NRI વિપિન ખન્નાનો રોલ હતો, જો કે ડિફેન્સ ડીલમાં મળેલા પૈસાને રુટ કરાવવામાં ગૌતમ ખેતાને મહત્વનો રોલ નિભાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એન્જિનિયર સાથે દુર્વ્યવહાર મુદ્દે કોંગ્રેસી MLA નિતેશ રાણેની ધરપરપકડ
ઇડીની તપાસમાં સામે આવ્યું કે, Embrear Deal માં મળેલી લાંચના પૈસા દુબઇની કંપની KRBL DMCC દ્વારા ભારતમાં M/s KRBL Ltd માં મોકલવમાં આવ્યા. ગૌતમ ખેતાન KRBL Ltd ના ડાયરેક્ટર હતા અને Embraer Deal કરાવનારા આરોપી પિવિન ખન્નાના મિત્ર હતા.  ગૌતમ ખન્નાએ KRBL Ltd ના બીજા ડાયરેક્ટર અનુપ ગુપ્તાને જણાવ્યું હતુ કે તેને એક Austria ની એક કંપનીમાં Passenger Aircraft ની ડીલ મળી છે, જેના બદલે 3 મિલિયન USD કમીશન મળશે અને કોઇ પ્રકારનાં રોકાણની જરૂર નથી. 


ઇમાનદાર કરદાતાઓને સન્માનિત કરી તેમને VIP ટ્રીટમેન્ટ આપવાની ભલામણ
BJP એ બેટ્સમેન આકાશ વિજયવર્ગીયને ફટકારી નોટિસ, મોટી કાર્યવાહીની વકી
CBI એ DRDO ની ફરિયાદ બાદ NRI વિપિન ખન્ના, M/s Embraer SA, Brazil, M/s Interdev Aviation Service Pte. Ltd, Singapore  અને ડિફેન્સ મંત્રાલયના અજાણ્યા અધિકારીઓની વિરુદ્ધ  કેસ દાખલ કર્યો હતો, ત્યાર બાદ ઇડીએ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરી. વિપિન ખન્નાનું નામ 2005માં થયેલ  Volcker Oil for Food Scam માં પણ આવ્યું હતું.