નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ઈડી) એ મોટી કાર્યવાહી કરતા હેરાલ્ડ હાઉસ સ્થિત યંગ ઈન્ડિયાની ઓફિસને સીલ કરી દીધી છે. કાલે ઈડીએ આ ઓફિસમાં સર્ચ કર્યું હતું અને ત્યારબાદ તેને સીલ કરી દેવામાં આવી છે. યંગ ઈન્ડિયન કંપનીના 38 ટકા શેર સોનિયા ગાંધીની પાસે અને એટલા શેર રાહુલ ગાંધી પાસે છે. યંગ ઈન્ડિયન તે કંપની છે જેણે એસોસીટેડ જર્નલ્સ લિમિટેડ એટલે કે AJL ને ટેકઓવર કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈડીએ મંગળવારે નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં હેરાલ્ડ હાઉસ સહિત 12 જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ મામલામાં સોનિયા અને રાહુલ ગાંધીની પૂછપરછ થઈ ચુકી છે. પૂછપરછ દરમિયાન સોનિયા ગાંધીને ઈડીએ સવાલ કર્યો હતો કે એજેએલના અધિગ્રહણમાં 90 કરોડ રૂપિયાના દેવાનો ઉલ્લેખ કેમ નથી અને ડોટેક્સ કંપની તરફથી આપવામાં આવેલા એક કરોડ રૂપિયાની લોન ક્યાં રૂપમાં લેવામાં આવી હતી. તેનો જવાબ આપતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે આ તમામ વાતોની જાણકારી તેમને નથી પરંતુ મોતીલાલ વોરાને હતી. 


શું હોય છે ઇષ્ટલિંગ અને શિવયોગ જેના વિશે જાણવા ઈચ્છે છે રાહુલ ગાંધી, કહ્યું- મને ફાયદો થશે


કોંગ્રેસ મુખ્યાલયની સુરક્ષા વધારવામાં આવી
જાણકારી અનુસાર ઈડીએ નેશનલ હેરાલ્ડ ઓફિસને સીલ કરવાની કાર્યવાહી બાદ સુરક્ષાના ભાગરૂપે કોંગ્રેસ મુખ્યાલય પર સુરક્ષા વધારી દીધી છે. સાથે કોંગ્રેસ ઓફિસની બહારના રસ્તાને સીલ કરી દેવામાં આવ્યો છે. પોલીસને આશંકા છે કે ઓફિસ સીલ થયા બાદ કોંગ્રેસ કાર્યકર્તા ઉગ્ર પ્રદર્શન કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube