Saurabah Bharadwaj ED Summon: દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે ઈડી તરફથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલું સમન કાનૂની પ્રક્રિયા કરતા વધુ કેન્દ્ર સરકારનો એક રાજનીતિક દેખાડો દેખાય છે. અત્ર જણાવવાનું કે કેજરીવાલ ઈડી તરફથી મોકલવામાં આવેલા બીજા સમન છતાં ગુરુવારે તપાસ માટે ઈડી સામે હાજર થયા નહતા. પરંતુ હવે એક દિવસ  બાદ તેમને દિલ્હી દારૂ નીતિ મામલે નવી નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં હવે 3 જાન્યુઆરીના રોજ ઈડી સામે હાજર થવાનું કહેવાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલને સમન મોકલી શકાય નહી-AAP
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં ભારદ્વારજે કહ્યું કે આખી દુનિયા જાણે છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ વિપશ્યનામાં છે. ઈડીને એ વાત સારી રીતે ખબર છે કે તેમને (કેજરીવાલને) સમન મોકલી શકાય નહીં કારણ કે તેઓ જ્યારે 10 દિવસ માટે વિપશ્યનામાં છે અને તે દરમિયાન તેમની પાસે કોઈ સંચારનું માધ્યમ નથી તો પછી તેઓ આ સમનનો જવાબ કેવી રીતે આપશે. 


આપ નેતાએ કહ્યું કે આ સમન કાનૂની પ્રક્રિયા કરતા વધુ તો કેન્દ્ર સરકારનો રાજકીય દેખાડો દર્શાવે છે. આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને ત્રીજીવાર સમન મોકલવામાં આવ્યું છે. તમને આ પહેલા 2 નવેમ્બર અને ત્યારબાદ 21 ડિસેમ્બરના રોજ ઈડી સામે હાજર થવા માટે સમન પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તેમણે હજાર થવાની ના પાડી દીધી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube