UPA વિમાન ગોટાળાની આંચ પૂર્વ ઉડ્યન મંત્રી પ્રફુલ પટેલ સુધી પહોંચી: EDએ નોટિસ ફટકારી
પ્રવર્તન નિર્દેશાલય (ઇડી)એ યુપીએ શાસનકાળમાં સરકારી વિમાન કંપની એર ઇન્ડિયામાં થયેલા કરોડો રૂપિયાનાં કથિત ગોટાળા અંગેના મની લોન્ડ્રિંગ મુદ્દે એનસીપીનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ નગર વિમાન મંત્રી પ્રફુલ પટેલને આવતા અઠવાડીયે એજન્સી સમક્ષ હાજર થવાનું સમન મોકલ્યું છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, રાજ્યસભા સભ્ય પટેલને 6 જુને તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
નવી દિલ્હી : પ્રવર્તન નિર્દેશાલય (ઇડી)એ યુપીએ શાસનકાળમાં સરકારી વિમાન કંપની એર ઇન્ડિયામાં થયેલા કરોડો રૂપિયાનાં કથિત ગોટાળા અંગેના મની લોન્ડ્રિંગ મુદ્દે એનસીપીનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ નગર વિમાન મંત્રી પ્રફુલ પટેલને આવતા અઠવાડીયે એજન્સી સમક્ષ હાજર થવાનું સમન મોકલ્યું છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, રાજ્યસભા સભ્ય પટેલને 6 જુને તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
લોકસભા ચૂંટણીમાં કારમી હાર પછી કોંગ્રેસને ફરી મજબૂત કરવા સોનિયા આવ્યા આગળ
કોર્પોરેટ લોબિસ્ટ દીપક તલવાર દ્વારા પ્રાઇવેટ એરલાઇન્સને ફાયદો પહોંચાડવા માટે એર ઇન્ડિયાનાં નફાવાળા રૂટને પ્રાઇવેટ એરલાઇન્સને અપાવવા માટે તત્કાલીન ઉડ્યન મંત્રી પ્રફુલ પટેલ સાથેવાત કરી હતી. દીપક તલવાર વિરુદ્ધ દાખલ ચાર્જશીટમાં આ વાતનો ઉલ્લેખ છે કે દીપક તલવાર પ્રફુલ પટેલનાં ખુબ જ નજીકનાં વ્યક્તિ હતા. તેમાં જણાવાયું છે કે કઇ રીતે પ્રાઇવેટ એલાઇન્સ દ્વારા દીપક તલવારે ફાયદો ઉઠાવ્યો હતો અને તેમને આ રૂટ અપાવવા માટે પ્રાઇવેટ એરલાઇન્સને તેની અવેજમાં મોટો ફાયદો ઉઠાવ્યો હતો.
મોદી સરકાર 2.0 : અમિત શાહે ગૃહમંત્રી તો રાજનાથે સંરક્ષણ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો
ભાજપ માટે કોંગ્રેસના 52 સાંસદ પુરતા છે, અમે ઈંચ-ઈંચની લડાઈ લડીશું: રાહુલ ગાંધી
મનમોહન સિંહનાં નેતૃત્વવાળી સંપ્રગ સરકારમાં થયેલા કરોડો રૂપિયાના કથિત ગોટાળા અંગે કોઇ મોટા નેતા વિરુદ્ધ આ પહેલી કાર્યવાહી છે. અધિકારીક સુત્રોનું કહેવું છે કે વિમાન લોબિસ્ટ દીપક તલવારની ધરપકડ બાદ થયેલા કેટલાક ખુલાસા અને જન્સી દ્વારા એકત્ર કરવામાં આવેલા પુરાવાઓ વચ્ચે પટેલને સવાલ જવાબ કરવામાં આવે તેવી શક્યતા છે. એજન્સીએ હાલમાંજ દીપક તલવારના નામે આરોપ પત્ર દાખલ કર્યું હતું. તેમાં દાવો કરવામાં આવ્યો કે તલવાર સતત પટેલના સંપર્કમાં હતા.