નવી દિલ્હીઃ ભારત સરકારના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વિભાગ દ્વારા નીરવ મોદીની 11 લક્ઝરીયસ કાર અને 173 પેઈન્ટિંગની હરાજી કરવાનું આયોજન કરાયું છે. ઈડીએ મુંબઈમાં એક વિશેષ અદાલત પાસે તેની મંજૂરી મેળવી લીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે, એ જ કોર્ટ દ્વારા નીરવ મોદીની પત્ની એમી સામે બિનજામીનપાત્ર વોરન્ટ પણ ઈશ્યુ કરાયું છે. ઈડીએ બે અબજ ડોલરના પીએનબી કૌભાંડમાં તેમની ભૂમિકાનું વર્ણન કરીને તાજેતરમાં જ એક પૂરક આરોપપત્ર દાખલ કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈડી દ્વારા નીરવ મોદીના જે પેઈન્ટિંગ વેચવા મુકાયા છે તેની કિંમત રૂ.57.72 કરોડ આંકવામાં આવી છે. નીરવ મોદીના કારના કાફલામાં રોલ્ય રોય્સ, પોર્શે, મર્સિડીઝ અને ટોયોટો ફોર્ચ્યુનર જેવી લક્ઝરીયસ કારનો સમાવેશ થાય છે. 


લોકસભા ચૂંટણી 2019: આડવાણી આ વખતે ચૂંટણી લડશે કે નહીં? સસ્પેન્સ....!


અધિકારીઓએ જણાવ્યું કે, નીરવ મોદીની 11 કાર અને 173 પેઈન્ટિંગની હરાજીનો કાર્યક્રમ આ મહિને જ યોજવામાં આવશે. ઈડીએ ભાગેડુ નીરવ મોદી સામેની તપાસ દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલા 68 પેઈન્ટિંગ વેચવા માટે કોર્ટની મંજૂરી મેળવી લીધી છે. 


બ્રિટનની અદાલતે નીરવ મોદીને જામીન આપવાનો કર્યો ઈનકાર, 29 સુધી કસ્ટડીમાં મોકલ્યો


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...