બ્રિટનની અદાલતે નીરવ મોદીને જામીન આપવાનો કર્યો ઈનકાર, 29 સુધી કસ્ટડીમાં મોકલ્યો

ભારતના હીરા વ્યવસાયી અને પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ નિરવ મોદીની મંગળવારે લંડનમાં ધરપકડ કરાઈ હતી અને તેને વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં રજૂ કરાયો હતો 

બ્રિટનની અદાલતે નીરવ મોદીને જામીન આપવાનો કર્યો ઈનકાર, 29 સુધી કસ્ટડીમાં મોકલ્યો

નવી દિલ્હીઃ બ્રિટનની અદાલતે પીએબી કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ નીરવ મોદીને જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે તેને 29 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ન્યાયાધિશે જણાવ્યું કે, જો નીરવ મોદીને જામીન આપવામાં આવશે તો તે ફરી વખત કોર્ટની શરણમાં આવશે નહીં. 

આ અગાઉ નીરવ મોદીની લંડનના હોલબોર્નમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાને ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોદી સરકારની મોટી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ નીરવ મોદીની પત્ની એમી મોદી સામે પણ બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પડાયું છે. 

આ અગાઉ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની બુધવારે સ્કોટલેન્ડ યાર્ડની પોલીસે ધરપકડ કરી હતી. ભારત સરકાર દ્વારા મની લોન્ડરિંગના એક કેસમાં નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે લંડનની એક કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે આ અપીલ પર સુનાવણી કરતાં મંગળવારે નીરવ મોદીની ધરપકડ કરવા માટે વોરન્ટ બહાર પાડ્યું હતું. 

નીરવ મોદીની ધરપકડ બાદ હવે તેના ભારત પ્રત્યાર્પણની સંભાવનાઓ વધી ગઈ છે. લંડનની કોર્ટમાં સુનાવણી પછી તેને ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ અગાઉ વિજય માલ્યાની પણ લંડન પોલીસે ધરપકડ કરી હતી. જોકે, ત્યાર બાદ તે જામીન પર છુટેલો છે અને હાલ તેના કેસની સુનાવણી ચાલી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news