NEP 2020: ટૂંક સમયમાં લાગુ થશે નવી શિક્ષણ નીતિ, આ યોજનાથી રાજ્યોને મળશે મદદ
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશાંકે (Education Minister Ramesh Pokhriyal Nishank) નવી શિક્ષણ નીતિને યોગ્ય રીતે લાગુ કરવા માટે `સાર્થક યોજના`ની (Sarthaq Scheme) શરૂઆત કરી છે
નવી દિલ્હી: દેશમાં શિક્ષણનું (Education) સ્તર સારું બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રમાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશાંકે (Education Minister Ramesh Pokhriyal Nishank) નવી શિક્ષણ નીતિને યોગ્ય રીતે લાગુ કરવા માટે 'સાર્થક યોજના'ની (Sarthaq Scheme) શરૂઆત કરી છે. તેનાથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નવી શિક્ષણ નીતિના (New Education Policy, NEP 2020) લક્ષ્ય અને ઉદેશ્યને સમજવામાં મદદ મળશે.
તૈયાર થઈ 'સાર્થક' યોજનાની રૂપરેખા
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના (Education Ministry) શાળા શિક્ષણ તેમજ સાક્ષરતા વિભાગે 'સાર્થક' યોજનાની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી લીધી છે. તેને દેશના 75 વર્ષ પુરા થયાની ખુશીમાં ઉજવવામાં આવતા અમૃત મહોત્સવ (Amrit Mahotsav) અંતર્ગત જાહેર કરવામાં આવશે. આ સમયે શિક્ષણ મંત્રીએ કહ્યું કે, 'સાર્થક' યોજના (Sarthaq Scheme) ઇન્ટરેક્ટિવ, લચીલી અને સમાવિષ્ટ છે.
આ પણ વાંચો:- WB Election 2021: મમતા બેનર્જીને ચૂંટણી પંચની વધુ એક નોટિસ, હવે તેમના પર લાગ્યા આ આરોપ
લાગુ કરવા માટે રાજ્યોને મળી છૂટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વવાળી સરકારે નવી શિક્ષણ નીતિ (New Education Policy) માટે 1 વર્ષની કાર્ય યોજના તૈયાર કરી છે. તમામ રાજ્યો તેમની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેને સ્વીકારી શકે છે. જો તેમને જરૂરિયાત લાગે છે તો તેઓ તેમાં ફેરફાર પણ કરી શકે છે. આ સંબંધમાં મંત્રાલયને લગભઘ 7177 સૂચનો મળ્યા છે.
આ પણ વાંચો:- IPL: સુંદરતાને લઇને હંમેશા ચર્ચામાં રહે છે આ Mystery Girls, જુઓ શાનદરા Photos
લક્ષ્યોને સમજવામાં મળશે મદદ
શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશાંકે (Education Minister Ramesh Pokhriyal Nishank) જણાવ્યું હતું કે 'સાર્થક યોજના' (Sarthaq Scheme) અંતર્ગત કાર્યો અને પ્રવૃત્તિઓને એવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે કે તેમાં લક્ષ્યો, પરિણામો અને સમયરેખાઓનો ઉલ્લેખ કરવામાં આવે. આમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની (New Education Policy, NEP 2020) ભલામણોને 297 કામો સાથે જોડવામાં આવી છે. આ માટે જવાબદાર એજન્સીઓ અને સમયરેખા પણ નક્કી કરવામાં આવી છે. આ કામો માટે 304 પરિણામો નક્કી કરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube