ફટાકડા સળગાવતાં હાથ દાઝી જાય તો સૌથી પહેલાં કરો આ પ્રાથમિક ઉપચાર, દાગનું નહી રહે નામોનિશાન
જ્યારે ઘરનો કોઇ સભ્ય (Fire Crackers) ફટાકડા ફોડતી વખતે દાઝી જાય છે. એવામાં તે સમયે સમજાતું નથી કે સૌથી પહેલાં શું કરીએ? લોકો ગભરાઇ જાય છે અને પીડિતની હાલત વધુ ખરાબ થઇ જાય છે.
નવી દિલ્હી: દિવાળી (Diwali 2021) નો તહેવાર અઢળક ખુશીઓ, આનંદ, ઉમંગ અને સમૃદ્ધિ લઇને આવે છે. પરંતુ ઘણીવાર આ તહેવારના રંગમાં ભંગ ત્યારે પડી જાય છે જ્યારે ઘરનો કોઇ સભ્ય (Fire Crackers) ફટાકડા ફોડતી વખતે દાઝી જાય છે. એવામાં તે સમયે સમજાતું નથી કે સૌથી પહેલાં શું કરીએ? લોકો ગભરાઇ જાય છે અને પીડિતની હાલત વધુ ખરાબ થઇ જાય છે. એટલા માટે તમારે જાણવું જરૂરી છે કે કોઇ ફટાકડાથી દાઝી જાય તો પ્રાથમિક ઉપચાર (First Aid) શું કરો?
દાઝેલા ભાગ પર લગાવો તુલસીનો રસ
ફટાકડાથી દાઝી જતાં તુલસીના પાંદડા (Basil Leaves) તમને ખૂબ કામ લાગે છે. દાઝ્યા બાદ તાત્કાલિક દાઝેલા ભાગ પર તુલસીના પાંદડાને વાટીને લેપ અથવા તુલસીના પાંદડાનો રસ લગાવો. તેનાથી તમારી બળતરા ઓછી થઇ જશે. તારબાદ તમે ડોક્ટરને બતાવી શકો છો. તુલસીના પાંદડાનો રસ દાઝેલા ભાગ પર લગાવતાં નિશાન નહી પડે.
ઠંડા પાણીમાં ડુબાડો હાથ
જો તમે ફટાકડા સળાગવતી વખતે દાઝી જાવ છો તો સૌથી પહેલાં દાઝેલા શરીરના અંગ પર ઠંડું પાણી (Chilled Water) નાખો. જો તમારા હાથ અથવા પગ દાઝી જાય છે તો થોડીવાર સુધી ઠંડા પાણીમાં દાઝેલા ભાગને ડુબાડીને રાખો. ત્યારબાદ ડોક્ટર પાસે જાવ.
ગ્રીન ફટાકડાને લઈ લોકો અસમંજસમાં, જાણો ગ્રીન ફટાકડા એટલે શું? અને તેના ફાયદા
બટાકા અથવા ગાજરનો રસનો ખૂબ ફાયદાકારક
શરીરના દાઝેલા અંગ પર બટાકા અને ગાજરનો રસ લગાવવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત તમે ગાજર અને બટાકાની પેસ્ટ પણ લગાવી શકો છો. તેનાથી બળતરા ઓછી થઇ જશે અને દાગ પણ ઓછા પડશે.
નારિયેળનું તેલ છે ખૂબ કારગર
નારિયલનું તેલ (Coconut Oil) પણ બળતરાને ઓછી કરવામાં કારગર છે. જો તમે ફટાકડા ફોડતી વખ્તે દાઝી જાવ તો તાત્કાલિક દાઝેલા ભાગ પર નારિયેળનું તેલ લગાવો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube