Green Firecrackers ને લઇ લોકો અસમંજસમાં, જાણો ગ્રીન ફટાકડા એટલે શું? અને તેના ફાયદા

દિવાળીના તહેવારની લોકો ધૂમધામથી ઉજવણી કરે છે. લોકો ફટાકડા ફોડી આતશબાજી કરી ઉજવણી કરે છે. લોકો કરોડો રૂપિયાનું દારૂખાનું ખરીદી ફોડી નાખે છે જેનાથી અવાજ અને હવાનું પ્રદૂષણ વધે છે.

Green Firecrackers ને લઇ લોકો અસમંજસમાં, જાણો ગ્રીન ફટાકડા એટલે શું? અને તેના ફાયદા

નવી દિલ્હી: દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ફટાકડા સ્ટોલ પર લોકો ફટાકડા ખરીદવા માટે આવી રહ્યા છે. રાજ્ય સરકારે લોકોને પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે ગ્રીન ફટાકડા ફોડવા અપીલ કરી છે ત્યારે ફટાકડા સ્ટોલ પર ગ્રીન ફટાકડા જોવા મળી રહ્યા છે.

દિવાળીના તહેવારની લોકો ધૂમધામથી ઉજવણી કરે છે. લોકો ફટાકડા ફોડી આતશબાજી કરી ઉજવણી કરે છે. લોકો કરોડો રૂપિયાનું દારૂખાનું ખરીદી ફોડી નાખે છે જેનાથી અવાજ અને હવાનું પ્રદૂષણ વધે છે. ત્યારે રાજ્ય સરકારે કોરોના ને ધ્યાનમાં રાખી લોકોને ગ્રીન ફટાકડા ફોડવા માટે અનુરોધ કર્યો છે.

જેના પગલે ફટાકડા સ્ટોલ પર વેપારીઓ ગ્રીન ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે. વેપારીઓ ભલે ગ્રીન ફટાકડા નું વેચાણ કરતા હોય પરંતુ લોકોને ગ્રીન ફટાકડા ની સમજણ નથી. જેથી લોકો રેગ્યુલર ફટાકડા જ ખરીદી રહ્યા છે માત્ર અમુક જ લોકો ગ્રીન ફટાકડા ની ખરીદી કરી રહ્યા છે. 

ગ્રીન ફટાકડા ઉપરાંત રેગ્યુલર ફટાકડામાં હાલમાં ફેન્સી આઇટમ, સ્કાય શોટસ, કોઠી, ચકેડી, તારામંડળની લોકો ખરીદી કરી રહ્યા છે. તો સૂતળી બોંબ તેમજ અવાજ કરતા તમામ ફટાકડાના વેચાણમાં ધરખમ ઘટાડો થયો છે. ચાલુ વર્ષે દિવાળીના કારણે ફટાકડાના વેપારમાં મંદીનો માહોલ છે. એકલ દોકલ ગ્રાહકો જ સ્ટોલ પર ખરીદી કરતા જોવા મળે છે. 

ગ્રીન ફટાકડા એટલે શું?
ગ્રીન ફટાકડા એ રાષ્ટ્રીય અભિયાન્ત્રિક સંશોધન સંસ્થા દ્વારા શોધ કરવામાં આવેલ છે જે સામાન્ય ફટાકડા જેવા જ દેખાવમાં હોય છે. આ સંસ્થાએ ગ્રીન ફટાકડા ડા પર સંશોધન શરૂ કર્યું હતું અને તેના ફાયદા અને ગેરફાયદા વિશે જાણ્યું. ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડા જેવા જ લાગે છે, તે અવાજમાં અને દેખાવમાં સરખા હોય છે, પરંતુ તે પ્રદૂષણ ઘટાડે છે. ગ્રીન ફટાકડા 40 થી 50  ટકા ઓછા હાનિકારક વાયુઓ ઉત્પન્ન કરે છે.ગ્રીન ફટાકડામાં વપરાતા પદાર્થો સામાન્ય ફટાકડાથી અલગ હોય છે. 

ગ્રીન ફટાકડાના ફાયદા
- ગ્રીન ફટાકડા એટલે જે ઓછો અવાજ કરે તેવા ફટાકડા 
- જેનાથી વાતાવરણમાં પ્રદૂષણમાં 50 ટકા ઘટાડો થાય 
- ધુમાડો ઓછો થાય 
- આ ફટાકડા સળગ્યા બાદ તેમાંથી નુકસાનકારક ગૅસ ઓછો પેદા થશે અને તેમાંથી સારી સુગંધ પણ પ્રસરાશે.

ગ્રીન ફટાકડા ની ખરીદી કરતા ગ્રાહક નીખીલભાઈ એ કહ્યું કે તેવો ગ્રીન ફટાકડા નું મહત્વ સમજે છે તેથી ગ્રીન ફટાકડા ની ખરીદી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે દિવાળીના તહેવારની ઉજવણી પણ થાય અને વાતાવરણ ને નુકશાન પણ ઓછું થાય છે. જ્યારે ફટાકડા નું વેચાણ કરનાર વેપારીએ જણાવ્યું હતું કે લોકોને ગ્રીન ફટાકડા વિશે ખબર જ નથી. લોકો મોટાભાગે રેગ્યુલર ફટાકડાની જ ખરીદી કરે છે. તેમ છતાં લોકોને ગ્રીન ફટાકડા ખરીદવા માટે સમજાવીએ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news