Maharashtra Political Crisis: મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ પાડી દેવાની રમત ચાલી રહી છે. સત્તાના ટોચ પર 'બાદશાહ' તરીકે બેઠેલા ઉદ્ધવ ઠાકરેની બાદશાહત દાવ પર છે. રાજકીય શતરંજ પર દર્ક બાજી એકનાથ શિંદે ચાલી રહ્યા છે. તેમની દરેક ચાલ પર મહારાષ્ટ્રનું રાજકારણ બદલાતું જોવા મળી રહ્યું છે. સત્તાની રમતને તેમની એક તસવીર બયાં કરી રહી છે. આ તસવીરમાં એકનાથ શિંદે શતરંજ (ચેસ) રમતા જોવા મળી રહ્યા છે. એટલા માટે આ તસવીર ખાસ થઇ ગઇ છે, કારણ કે મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે પાડી દેવાની રમત ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકનાથ શિંદે બગાવત કરીને મહારાષ્ટ્રની ગઠબંધન સરકારની રાહમાં કાંટા ઉગાડી રહ્યા છે. તેની શરૂઆત થઇ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી પરિણામો આવ્યા પછી. ત્યારથી મહારાષ્ટ્રના રાજકારણૅમાં જે ભૂકંપ આવ્યો છે, તેને સંભાળવો ઉદ્ધવ ઠાકરે માટે પણ મુશ્કેલી બની ગયો છે. જોકે ગત મંગળવારે એકનાથ શિંદેએ બગાવત કરી હતી. શિંદે કેટલાક શિવસેના ધારાસભ્યો સથે મુંબઇથી સીધા ગુજરાતના સુરતની હોટલમાં પહોંચી ગયા. જેવા જ આ સમાચાર સામે આવ્યા તો મહારાષ્ટ્ર સરકારમાં હલચલ મચી ગઇ અને ત્યારબાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલો ચાલવાનું શરૂ થઇ ગયું. 


શિવસેનાએ ધારાસભ્યોને બળજબરીપૂર્વક ઉઠાવવાનો આરોપ લગાવ્યો તો શિંદેએ કહ્યું કે આ બગાવત છે. ત્યારબાદ મહારાષ્ટ્રના મુખ્ય પક્ષોની બેઠકનો દૌર શરૂ થઇ ગયો અને બાગી ધારાસભ્યોને સુરતથી ગુવાહાટી મોકલી દેવામાં આવ્યા. શિંદેની બગાવત પર શરૂઆતમાં શિવસેનાના તેવાર જોવા મળ્યા. શિવસેનાએ એકનાથ શિંદેને પહેલાં ધારાસભ્ય દળના નેતાના પદથી દૂર કર્યા અને પછી શિંદે સહિત બાકી ધારાસભ્યોનું સભ્ય પદ રદ કરવાની ચેતાવણી આપી. 


તો બીજી તરફ શિંદેના જૂથ સાથે ધારાસભ્યોનું જોડાવવાનું યથાવત રહ્યું. એકનાથ શિંદેએ ત્યારબાદ પોતાને અસલી શિવસેના ગણાવતાં મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી. સાથે જ તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરે સામે એમવીએથી અલગ થઇને ભાજપ સાથે સરકાર બનાવવની શરત પણ મુકી છે. આ જાહેરાતની એવી અસર થઇ કે સીએમ ઉદ્ધવે પોતે સામે આવીને નિવેદન આપવું પડ્યું. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની જતાને સંબોધિત કરી અને કહ્યું કે જો મારા પોતાના મારી સાથે નથી તો હું રાજીનામું આપી દઇશ. શિંદે મારી પાસે આવે અને મારું રાજીનામું લઇ લે. ત્યારબાદ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પોતાના પરિવાર સાથે સરકારી આવાસ વર્ષા બંગલો ખારી કરી દીધો અને માતોશ્રી જતા રહ્યા. 


સરકાર બનાવવામાં કેટલા સફળ શિંદે? 
સૂત્રોનું માનીએ તો શિંદે જૂથે ડેપ્યુટી સ્પીકરને પત્ર લખ્યો છે. તે પત્રમાં તમામ ધારાસભ્યોની સહી છે અને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે તેમને અલગ જૂથ તરીકે માન્યતા આપવામાં આવશે. એવામાં અત્યારે એ સ્પષ્ટ નથી કે શિંદે જૂથે કોના સમર્થનથી પત્ર લખ્યો છે. તમને જણાવી દઇએ કે તેમને સરકાર બનાવવા માટે અથવા ભાજપનું સમર્થન જોઇશે અથવા પછી જૂના ગઠબંધનમાં સામેલ થવું પડશે. 


શિંદેના પક્ષમાં બોલ!
તમને જણાવી દઇએ કે હાલ બોલ શિંદેના પક્ષમાં છે. તેમણે ભાજપ અને શિવસેના બંને તરફથી પ્રસ્તાવ આપવામાં આવી રહ્યા છે. શિવસેના નેતા સંજય રાઉતે પણ કહ્યું કે જો તમામ ધારાસભ્ય ઇચ્છશે તો તે મહા વિકાસ અઘાડીથી બાહર નિકળવા પર વિચાર કરી શકે છે. આ ઉપરાંત ભાજપ તરફથી તેમણે સરકાર બનાવવા માટે સમર્થનની ઓફર આપવામાં આવી રહી છે. 


સીએમની બેઠકમાં 13 ધારાસભ્યો, શિંદે સાથે 42
શિંદેની બગાવતની અસર એ થઇ કે આજે જ્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બેઠક કરી તો આ બેઠકમાં માત્ર 13 ધારાસભ્યો પહોંચ્યા. તો શિંદેએ ગુવાહાટીથી ધારાસભ્યો સાથે એક વીડિયો પણ શેર કર્યો કે દાવા કર્યો છે કે તેમને 49 ધારાસભ્યોનું સમર્થન મળી ગયું છે. શિવસેનાના 42 અને 7 અપક્ષ ધારાસભ્ય તેમની સાથે હાજર છે. 


શિંદેએ રાખી આ શરત
તો બીજી તરફ સંજય રાઉતના એમવીએમાંથી બહાર આવવવાની ઓફર પર શિંદેએ ફરી પોતાની ચાલ ચાલી. તેમણે એ શરત મુકી કે મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી દે છે અને મહા વિકાસ અઘાડીથી બહાર આવે છે ત્યારે આગળની વાત થશે. અમે ઉદ્ધવની વાતો પર વિશ્વાસ ન કરી શકીએ. હવે જોવાનું એ રહેશે કે આ ખેલ હજુ કેટલા સમય સુધી ચાલે અને ક્યાં સુધી ઉદ્ધવ ઠાકરે સત્તા પર ટકી રહેશે.