ડરામણી ભવિષ્યવાણી: ગાત્રો થીજવી દે તેવી ઠંડી બાદ હવે ભીષણ ગરમીની આગાહી, આ 3 મહિના રહેશે ખુબ ભારે!
આ વર્ષે હાડકા થીજવી દે તેવી ઠંડી પછી હવે ગરમી સહન કરવા માટે તૈયાર થઈ જાઓ. સવારે હળવો તડકો અને સાંજે ઠંડો ઠંડો પવન ગુલાબી ઠંડીનો અહેસાસ કરાવે...આ મૌસમ બહુ જલદી વિદાય લેવાનું છે. હવામાન વૈજ્ઞાનિકોનું માનીએ તો આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડી નાખશે. હાલ જે ડેટા સામે આવ્યો છે તેમાં અલ નીનો કલાઈમેટ પેટર્ન આ તરફ જ ઈશારો કરી રહ્યું છે.
આ વર્ષે હાડકા થીજવી દે તેવી ઠંડી પછી હવે ગરમી સહન કરવા માટે તૈયાર થઈ જાઓ. સવારે હળવો તડકો અને સાંજે ઠંડો ઠંડો પવન ગુલાબી ઠંડીનો અહેસાસ કરાવે...આ મૌસમ બહુ જલદી વિદાય લેવાનું છે. હવામાન વૈજ્ઞાનિકોનું માનીએ તો આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડી નાખશે. હાલ જે ડેટા સામે આવ્યો છે તેમાં અલ નીનો કલાઈમેટ પેટર્ન આ તરફ જ ઈશારો કરી રહ્યું છે. જો કે વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેના પ્રભાવનું આંકલન કરવું હાલ થોડું જલદી કહી શકાય.
યુએસ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના નવા અંદાજા મુજબ જૂન, જુલાઈ અને ઓગસ્ટના ગરમીના મહિનાઓ દરમિયાન અલ નીનોની સ્થિતિ પ્રબળ થવાની લગભગ 50 ટકા શક્યતા છે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં 58 ટકા શક્યતા છે. આ બંને જ સંખ્યા સંભાવનાથી વધુ છે. લા નીનાના પ્રભાવના સતત ત્રણ વર્ષ બાદ દુનિયાના ભરના વૈજ્ઞાનિકો અલ નીનો સ્થિતિઓના ઉભરવાનો અંદાજો લગાવી રહ્યા છે. નવા આંકડા મુજબ માર્ચ-એપ્રિલ, મેમાં આમ થવાની સંભાવના ઓછી છે. એપ્રિલ-મે-જૂનમાં લગભગ 15 ટકા અને મે, જૂન જુલાઈમાં લગભગ 37 ટકા સુધી શક્યતા વધે છે.
અલ નીનો અને લા નીના નો પ્રભાવ
અલ નીનો (El Nino) પૂર્વ ભૂમધ્યરેખીય પ્રશાંત ક્ષેત્રમાં પાણીના અસમાન્ય રૂપથી ગરમ થવાની તેની વિશેષતા છે. જ્યારે તેનાથી ઉલટુ લા નીના (La Nina) આ ક્ષેત્રમાં અસમાન્ય રીતે ઠંડા પાણીની વિશેષતા છે. આ ઘટનાને ENSO (અલ નીનો દક્ષિણ દોલન) કહે છે અને તેને ભારતમાં ગરમી અને નબળા ચોમાસા સાથે મજબૂત સંબંધ છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ કે આઈએમડીનો પ એનઓએએના સમાન દ્રષ્ટિકોણ છે. લા નીનાની સ્થિતિ નબળી પડી રહી છે. પ્રી મોનસૂન સીઝન દરમિયાન તટસ્થ ENSO સ્થિતિઓની ઉચ્ચ સંભાવના છે. ત્યારબાદ ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ જળવાઈ રહે તેવી 50 ટકા શક્યતા છે.
મોદી સરકારે આપી મહિલાઓને મોટી ભેટ, થશે આ જબરદસ્ત મોટો ફાયદો
ભારત બનશે સુપરપાવર!, J&K માંથી મળ્યો જબરદસ્ત ખજાનો, દુનિયાની આંખો થઈ પહોળી
તુર્કીમાં ભૂકંપે મચાવી તબાહી, 24000 લોકોના મોત, હવે ભારતનો વારો? ભવિષ્યવાણીથી હડકંપ
આઈએમડીના મહાનિદેશક એમ મહાપાત્રએ કહ્યું કે તેના પ્રભાવ પર હાલ તરત ટિપ્પણી કરવી મુશ્કેલ છે. અત્યારે અલ નીનો સીઝન શરૂ થવામાં ત્રણથી ચાર મહિનાનો સમય છે. આ પૂર્વાનુમાન સટીક નથી. તેમણે કહ્યું કે અમે 28 ફેબ્રુઆરીએ નવું (ENSO) પૂર્વાનુમાન બહાર પાડીશું. એક વિશેષજ્ઞએ કહ્યું કે લા નીનાથી એલ નીનો તરફ વધવું પોતાનામાં એક ચિંતાજનક છે. એક વિક્સિત અલ નીનો વધુ જોખમી હોય છે અને અમે તેને વિક્સિત થતા જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે તેનાથી વરસાદ ઓછો પડી શકે છે. પરંતુ અમે તરત કહી શકીએ નહીં કે ચોમાસુ સામાન્ય રહેશે કે નહીં. આ એક વધુ મોનસૂન વર્ષ હોવાની સંભાવના નથી.
લા લીના નબળું પરંતુ લાંબા સમય સુધી રહ્યું
સ્કાઈમેટ વેધરના ઉપાધ્યક્ષ મહેશ પલાવતે કહ્યું કે લા નીનાની સ્થિતિ છતાં અત્યાર સુધી આપણે સામાન્ય તાપમાનથી ઉપર અને એટલે સુધી કે ગત વસંતમાં ભીષણ ગરમી જોઈ છે. આ વસંત એટલી ખરાબ હોઈ શકે નહીં. પરંતુ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાી શક્યતા છે. ગરમીનું તાપમાન બહુ વધુ હોઈ શકે છે. તેમણે કહ્યું કે વર્તમાન લા નીના અપેક્ષાકૃત નબળું પરંતુ અસામાન્ય રીતે લાંબુ રહ્યું છે.
ભયંકર ગરમીનું અનુમાન
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને કહ્યું કે એક મીડિયમ અલ નીનો મોનસૂનને પ્રભાવિત કરી શકે છે. તે વર્ષની માત્રાનો ઓછી કરી શકે છે. પરંતુ હાલ એ કહેવું મુશ્કેલ છે કે આ સામાન્યથી ઓછું મોનસૂન હશે કે નહીં. જો તે મહિનાઓ દરમિયાન સકારાત્મક હિંદ મહાસાગર દ્વિધ્રુવની સ્થિતિ હોય તો તેનાથી મોનસૂનને મદદ મળી શકે છે. આપણે અન્ય માપદંડોની પણ ઝીણવટપૂર્વક નિગરાણી કરવી પડશે. રાજીવને કહ્યું કે તે નિશ્ચિત છે કે 2023માં ભીષણ ગરમી જોવા મળશે અને તેમણે શરૂઆતી અનુકૂલન યોજનાઓની ભલામણ કરી. તેમણે કહ્યું કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ એક ભયંકર ગરમી હશે તો તેનાથી મોનસૂનને મદદ મળી શકે છે. આપણે માપદંડોની પણ ઝીણવટપૂર્વક નિગરાણી કરવી પડશે. રાજીવને કહ્યું કે એ નિશ્ચિત છે કે 2023માં ગરમી જોવા મળશે અને તેમણે શરૂઆતી અનુકૂલન યોજનાઓની ભલામણ કરી. તેમણે કહ્યું કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ એક ભયંકર ગમી હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube