સંતકબીર નગર: લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections Result 2019) ના પરિણામોની ગણતરી શરૂ થવામાં થોડો સમય બાકી છે. જેમ-જેમ મતગણતરીનો સમય નજીક આવી રહ્યો છે, તેમ-તેમ રાજકારણીઓના ધબકારા વધી રહ્યા છે. તો બીજી તરફ એક્ઝિટ પોલના પરિણામો આવ્યા પછી સત્તાધારી ભાજપ (BJP) અને વિપક્ષ દરેક જગ્યાએ હલચલ મચી છે. તો દરમિયાન ઉત્તર પ્રદેશના સંતકબીર જિલ્લામાંથી એક એવા સમાચાર આવ્યા છે, જે વોટોની ગણતરીની ઉત્સુકતાને જાહેર કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી પરિણામ 2019, પરિણામ અને ટ્રેન્ડ, જૂઓ LIVE અપડેટ | LIVE TV | મત ગણતરી લાઇવ અપડેટ્સ


એક વૃદ્ધ ત્યાગી ચૂક્યા છે જેલ
તમને જણાવી દઇએ કે એક આવો કિસ્સો સંત કબીર નગર જિલ્લાના કૌવાતાડ ગામમાં જોવા મળ્યો ત્યાંના રહેનાર 80 વર્ષીય વૃદ્ધ દેવરાજ શુક્લાને વડાપ્રધાન નરેંદ્ર મોદી પ્રત્યે એટલી આસ્થા જાગી છે કે તે 12 મેના રોજ મતદાન કર્યા બાદ અન્ન જળનો ત્યાગ કરીને વડાપ્રધાન નરેંદ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે ઉપવાસ પર બેસી ગયા વૃદ્ધ દેવવ્રત શુક્લનું કહેવું છે કે જ્યાં સુધી ચૂંટણીની મતગણતરી થઇ જતી નથી અને જ્યાં સુધી નરેંદ્ર મોદી ફરીથી વડાપ્રધાન બની જતા નથી ત્યાં સુધી અન્ન જળ ગ્રહણ નહી કરે. વૃદ્ધે જણાવ્યું કે વડાપ્રધાન નરેંદ્ર મોદીની તેમના પ્રત્યે આસ્થા છે અને દેશમાં ફરી એકવાર નરેંદ્ર મોદીને વડાપ્રધાન જોવા માંગે છે.