લોકસભા ચૂંટણી 2019 પરિણામ: Election 2019 Results Live Updates

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: Election 2019 Results Live Updates
LIVE Blog

લોકસભા ચૂંટણી 2019 પરિણામ માટે સવારે 8 કલાકથી મત ગણતરી શરૂ કરવામાં આવશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

23 May 2019
18:23 PM

કુલ 6,68,767 મત સાથે નરેન્દ્ર મોદી વારાણસીથી ચુંટણી જિત્યા. વડાપ્રધાન મોદીએ 4,75,169 મતના અંતરથી જીત નોંધી હતી. 193598 મત મેળવીને ગઠબંધનના શાલિની યાદવ બીજા નંબર પર છે. 151772 મત મેળવીને કોંગ્રેસનાં અજય રાય ત્રીજા નંબર પર રહ્યા. નોટા પર પણ 3983 મત પડ્યા હતા. 

18:18 PM

કોંગ્રેસના ઉત્તરપ્રદેશ પુર્વના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, અમે પરાજયનો સ્વિકાર કરીએ છીએ. લોકો લાગણીનો સ્વિકાર કરવાની સાથે હું ભાજપ કાર્યકર્તાઓ અને વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાઠવું છું.

18:11 PM

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેઓ પોતાનાં નામ આગળથી ચોકીદાર શબ્દ હટાવી રહ્યા છે. ચોકીદાર ભાવના જીવંત જ રહેશે. જો કે હવે ઔચિત્ય પુર્ણ થયું હોવાનાં કારણે તેઓ પોતાનાં નામ આગળથી ચોકીદાર શબ્દ હટાવી રહ્યા છે. આ સાથે જ તેમણે પોતાનાં તમામ નેતાઓને પણ ચોકીદાર શબ્દ હટાવવા માટે અપીલ કરી હતી.

18:08 PM

રાહુલ ગાંધીના રાજીનામાની ઓફર
કોંગ્રેસનાં લોકસભા ચૂંટણીમાં થયેલા પરાજય બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામાની ઓફર કરી હતી. રાહુલ ગાંધીએ પરાજયનો સ્વિકાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસનાં પરાજય માટે દરેક પ્રકારે હું જવાબદાર છું.

17:58 PM

ઉર્મિલા માતોડકરે શેટ્ટીને શુભેચ્છા પાઠવવા સાથે ઇવીએમને ભાંડ્યું
મુંબઇ નોર્થ સીટથી કોંગ્રેસી ઉમેદવાર ઉર્મિલા મોતોડકરે ભાજપ ઉમેદવાર ગોપાલ શેટ્ટીને શુભેચ્છા પાઠવી હતી. તેણે કહ્યું કે, હું ગોપાલ શેટ્ટીને શુભકામના પાઠવું છું. અમે ઇવીએમમાં અનેક પ્રકારની ખરાબી હતી. અમે આ અંગે અહેવાલ તૈયાર કરી રહ્યા છીએ. જેને ચૂંટણી પંચને સોંપીશું.

17:25 PM

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીમાં પોતાની હારનો સ્વિકાર કર્યો હતો. તેમણે સ્મૃતી ઇરાનીને શુભકામના આપતા કહ્યું કે અમેઠીની જનતાએ આપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તમે તેમનો ખ્યાલ રાખજો.

17:23 PM

આરએસએસના સરકાર્યવાહકે પાઠવી શુભેચ્છા
આરએસએસના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ ભાજપને મળેલી અભુતપુર્વ જીત માટે શુભકામના પાઠવી હતી. રાષ્ટ્રીય શક્તિઓના વિજય અંગે દેશની તમામ જનતાને શુભકામના પાઠવી હતી. 

17:18 PM

પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને શુભકામના પાઠવી
પાકિસ્તાની વડાપ્રધાને ટ્વીટ કરીને ભાવિ વડાપ્રધાન મોદીને શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે, ભારતમાં અભુતપુર્વ વિજય પ્રાપ્ત કરવા માટે નરેન્દ્ર મોદીને શુભકામના. આગામી સરકાર પાકિસ્તાન સાથે મળીને ઘણુ સારુ કરવા માટે તત્પર છે.

17:17 PM

કનૈયા કુમારે કહ્યું હું લુઝર નહી
બિહારનાં બેગુસરાય સીટ પરથી પરાજીત થવાની અણીએ ઉભેલ કનૈયા કુમારે નવી સરકારને શુભેચ્છા પાઠવી હતી. પોતાની હાર અંગે કનૈયારએ કહ્યું કે, તેમની પાસે ગુમાવવા માટે કશું જ નથી. વડાપ્રધાન મોદી અંગે કનૈયાએ કહ્યું કે, તેમને કોઇ અંગત સમસ્યા નથી અને હું આશા વ્યક્ત કરુ છું કે આ વખતે તેઓ વાતો નહી પરંતુ કામ કરશે. રાજનીતિમાં સક્રિયતા અંગે કનૈયાએ કહ્યું કે, હું રાજનીતિમાં સક્રિય રહીશ અને સામાજિક કાર્યકર્તા રહીશ.

17:09 PM

આસનસોલથી બાબુલ સુપ્રિયો જીત્યા
પશ્ચિમ બંગાળના આસનસોલથી બાબુલ સુપ્રીયો જીતી ચુક્યા છે. બાબુલે 139104 મતોથી ટીએમસી ઉમેદવાર મુનમુનન સેનને હરાવ્યા છે. બાબુલ સુપ્રીમો સતત બીજી વખત જીતી ચુક્યા છે

15:52 PM

અમિત શાહની સાડા પાંચ લાખ સીટથી જીત
ગુજરાતનાં ગાંધીનગર લોકસભા સીટથી ભાજપ અધ્યક્ષ અમિત શાહે 5.5 લાખથી વધારે મતથી જીત પ્રાપ્ત કરી હતી. તેણે કોંગ્રેસનાં ઉમેદવાર સી.જે ચાવડાને હરાવ્યા હતા.

15:52 PM

સમર્થકો વચ્ચે ભાજપ અધ્યક્ષ અમિત શાહ
દિલ્હીમાં ભાજપ મુખ્યમથક ખાતે અમિત શાહ પહોંચ્યા હતા. ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ પક્ષ અને સાથી પક્ષો સાથેના ગઠબંધનને અભુતપુર્વ જીત પ્રાપ્ત કરાવ્યા બાદ કાર્યકર્તાઓ વચ્ચે પહોંચ્યા હતા. ભાજપ કાર્યાલયની બહાર સમર્થકોના ટોળા.

15:47 PM

પંજાબના મુખ્યમંત્રીનો સિદ્ધુ પર વ્યંગ
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનું નવજોત સિંહ સિદ્ધુ પર વ્યંગ ભારતમાં જે લોકો આ વાત ક્યારે પણ સ્વિકાર નહી કરે તો કોઇ પાકિસ્તાની આર્મી ચીફને ગળે મળે. 

14:57 PM

ભાજપ અને એનડીએ અભુતપુર્વ જીત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે અમિત શાહ ભાજપ મુખ્યમથકે પહોંચ્યા હતા. તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું

14:56 PM

પોતાના અથાક પરિશ્રમથી દેશનાં દરેક બુથ પર ભાજપને મજબુત કરીને મોદી સરકાર ને મજબુત બનાવનારા ભાજપનાં કરોડો કર્મઠ કાર્યકર્તાઓને ઐતિહાસિક વિજયની શુભકામનાઓ - અમિત શાહ

14:55 PM

અમિત શાહે ટ્વીટ કરીને વ્યક્ત કર્યો આભાર
જન જનનાં વિશ્વાસ અને અભૂતપૂર્વ વિકાસનું પ્રતિક મોદી સરકાર બનાવવા માટે ભારતની જનતાને કોટિ કોટિ નમન. તમામ દેશવાસીઓને શુભકામનાઓ.- અમિત શાહ

14:55 PM

આ જીત સમગ્ર ભારતની જીત છે. દેશનાં યુવા, ગરીબ, ખેડૂતની આશાઓની જીત છે. આ ભવ્ય વિજય વડાપ્રધાન મોદીનાં પાંચ વર્ષનાંવિકાસ અને મજબુત નેતૃત્વમાં જનતાનાં વિશ્વાસની જીત છે. હું ભાજપના કરોડો કાર્યકર્તાઓ અને નરેન્દ્રમોદીને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું - અમિત શાહ

14:26 PM

ભાજપની જીત અંગે બોલ્યા મોદી ફરી ભાજપની જીત
બધાનો સાથ+ બધાનો વિકાસ+ બધાનો વિશ્વાસ = વિજયી ભારત.
આ પરિણામ વિપક્ષ દ્વારા કરવામાં આવેલા દુષ્પ્રચાર, ખોટા, વ્યક્તિગત આક્ષેપ અને આધારહીન રાજનીતિની વિરુદ્ધ ભારતનો જનાદેશ છે. ભારતની જનતા દેશમાંથી જાતીવાદ, પરિવારવાદ અને તૃષ્ટીકરણને સંપુર્ણ ઉખેડી ફેંકીનેવ વિકાસવાદ અને રાષ્ટ્રવાદની પસંદગી કરી છે. ભારતને નમન 

14:13 PM

આઝાદ ભારતનાં ઇતિહાસમાં પહેલીવાર પહેલીવાર ભાજપને આટલી મોટી પ્રચંડ જીત મળી છે. જેમાં તે 351 સીટો પર ગઠબંધન સાથે જ્યારે 301 સીટ પર માત્ર ભાજપ એકલા હાથ આગળ છે

14:11 PM

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જે સ્થિતી થઇ છે તે જોતા સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી.

13:20 PM

ભાજપ 344 બેઠક પર આગળ, કોંગ્રેસ 90 બેઠક પર જ્યારે 108 બેઠક પર આગળ ચાલી રહ્યા છે

12:17 PM

CM વિજય રૂપાણીએ ભાજપની જીત માટે મોદી અને અમિત શાહની મહેનતને આપ્યો શ્રેય, ગુજરાતમાં 26માંથી 26 બેઠક પર ભાજપ ઘણું આગળ ચાલી રહ્યું છે. જે માટે ગુજરાતી જનતાનો આભાર માન્યો

12:16 PM

ભાજપને મળી રહેલા બહુમતની ખુશી, સીએમ વિજય રૂપાણીએ કહ્યું- ભારત વિજયી ભવ:

12:07 PM

CM વિજય રૂપાણી પહોંચ્યા ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે, ભાજપે શરૂ કર્યો જીતનો જશ્ન

11:59 AM

ઉત્તર ગુજરાતમાં અલ્પેશ ઠાકોર અસર દેખાઇ, પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં કોંગ્રેસને પછડાટ

11:56 AM

પીએમ મોદીના માદરે વતન મહેસાણા બેઠક પર કમળ ખીલવા તરફ, શારદાબેન 18,496 મતથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના એ જે પટેલને 37551 મત જ્યારે શારદાબેનને 56047 મત મળ્યા છે.

11:33 AM

ગાંધીનગર બેઠક પર અમિત શાહ 2.85 લાખ મતની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. અમિત શાહ 415054 મત અને સી જે ચાવડાને 130238 મત મળ્યા છે.

10:55 AM

લોકસભા ચૂંટણી 2019ની તમામ 542 બેઠકનો ટ્રેન્ડ આવી ગયો છે. 338 પર NDA, 103  સીટ પર UPA ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. અન્ય પક્ષો 101 સીટ પર આગળ છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 287 સીટ પર આગળ રહીને પોતાની રીતે જ સ્પષ્ટ બહુમત મેળવતી જોવા મળી રહી છે.

10:26 AM

ભાજપ 337 બેઠકો પર આગળ, કોંગ્રેસનો ઘોડો ધીમો પડ્યો 83 પર જ્યારે અન્ય 122 પર આગળ

10:05 AM

ગુજરાતમાં ફરી એકવાર કમળની કમાલ, તમામ 26 બેઠકો પર ભાજપ આગળ

09:53 AM

ભાજપની ત્રેવડી સદી, 314 બેઠકો પર ભાજપ આગળ, કોંગ્રેસ 112 અને અન્ય 96 બેઠકો પર આગળ

09:27 AM

ગુજરાતમાં ફરી ચિત્ર બદલાયું, કમળ ઇતિહાસનું પુનરાવર્તન કરવા તરફ આગળ, દાહોદને બાદ કરતાં તમામ બેઠકો પર ભાજપ આગળ

09:16 AM

કોંગ્રેસને બીજો મોટો ઝટકો, રાયબરેલીથી સોનિયા ગાંધી પાછળ ચાલી રહ્યા છે

09:08 AM

ભાજપે જાદુઇ આંકડો પાર કર્યો, 272 બેઠકો પર આગળ, કોંગ્રેસ 102 બેઠકો પર જ્યારે અન્ય 63 બેઠકો પર આગળ

09:06 AM

ટ્રેન્ડમાં છેવટે કોંગ્રેસની સદી, 101 બેઠકો પર આગળ, ભાજપ 228 બેઠકો પર આગળ, અન્ય 63 પર આગળ

09:03 AM

પશ્વિમ બંગાળમાં ટીએમસી જ્યારે તમિલનાડુમાં કોંગ્રેસનો ઘોડો આગળ, ટીએમસી 18 બેઠકો પર તો કોંગ્રેસ 11 બેઠક પર આગળ

09:01 AM

કોંગ્રેસ નર્વસ નાઇન્ટી પર, જ્યારે ભાજપનો ઘોડો આગળ વધી રહ્યો છે. ભાજપ 222 બેઠકો પર આગળ

09:00 AM

ટ્રેન્ડમાં ભાજપે ફટકારી બેવડી સદી, ભાજપ 201 બેઠકો પર આગળ, કોંગ્રેસ 90 પર તો અન્ય 42 બેઠકો પર આગળ

08:59 AM

ભોપાલ બેઠક પર ભાજપના વિવાદીત ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર આગળ, કોંગ્રેસના દિગ્વિજય સિંહ પાછળ

08:57 AM

કોંગ્રેસને મોટો ઝટકો, અમેઠી બેઠક પર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પાછળ ચાલી રહ્યા છે

08:56 AM

ગુજરાતમાં કમળની કમાલ, એક માત્ર અમરેલી બેઠક પર પરેશ ધાનાણી આગળ, જ્યારે અન્ય બેઠકો પર ભાજપ આગળ

08:49 AM

ભાજપ બહુમતના આંકડા તરફ તેજ ગતિએ આગળ, 180 બેઠકો પર આગળ, કોંગ્રેસ 64 પર તો અન્ય 41 બેઠકો પર આગળ

08:35 AM

દેશમાં ભાજપ 150 બેઠક પર તો કોંગ્રેસ 63 બેઠક પર આગળ, જ્યારે 39 બેઠક પર અન્ય પક્ષો આગળ ચાલી રહ્યા છે.

08:34 AM

ગુજરાતની 26 બેઠક પૈકી પ્રારંભે 6 બેઠકો પર કોંગ્રેસ આગળ, ગાંધીનગરથી અમિત શાહ આગળ

08:21 AM

પ્રાથમિક તારણમાં ભાજપની અડધી સદી, ભાજપ 54 પર તો કોંગ્રેસ 24 બેઠક પર આગળ

08:19 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે, ગણતરીના પ્રારંભે ભાજપ આગળ

08:14 AM

મત ગણતરીના પ્રાથમિક તારણોમાં ભાજપનો દબદબો દેખાઇ રહ્યો છે. ભાજપ 22 બેઠકો પર તો કોંગ્રેસ 7 બેઠક પર આગળ

08:13 AM

લોકસભા ચૂંટણી 2019 પરિણામના પ્રથમ ટ્રેન્ડમાં 15 બેઠકો પર ભાજપ આગળ, કોંગ્રેસ 4 બેઠક પર આગળ

07:59 AM

ઉત્સાહ અને ઉત્સુકતા વચ્ચે મત ગણતરીનો પ્રારંભ, મત ગણતરી સ્થળો બહાર કાર્યકરો, ટેકેદારો ગેલમાં

07:28 AM

પશ્વિમ બંગાળ: મતગણતરી પૂર્વે પોલીસનું સઘન સુરક્ષા ચેકિંગ હાથ ધરાયું

Trending news