નવી દિલ્હીઃ દિલ્હી પૂર્વના ચૂંટણી અધિકારીએ ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર વિરુદ્ધ કથિક રીતે કોઈપણ મંજૂરી વિના જંગપુરામાં જનસભા કરવા પર પોલીસને એફઆઈઆર કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી હતી. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા દિલ્હી પૂર્વ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર ગંભીરનો મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટીની આતિશી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અરવિંદર સિંહ લવલી સામે છે. દિલ્હી પૂર્વ સંસદીય ક્ષેત્રના ચૂંટણી અધિકારી કે મહેશે દિલ્હી પોલીસને આ મામલામાં સંજ્ઞાન લેવાનું કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીએ કહ્યું કે, જંગપુરામાં ગુરૂવારે મંજૂરી વિના જનસભા કરી હતી. આમ આદમી પાર્ટીએ શુક્રવારે દાવો કર્યો કે, દિલ્હી પૂર્વ લોકસભા ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરનું નામ મતદાતા યાદીમાં બે વખત નોંધાયેલ છે. ગંભીરે આ સીટથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી રહ્યો છે અને આ આરોપોને લઈને આમ આદમી પાર્ટીના નિશાના પર રહ્યો છે તેની પાસે બે મતદાતા ઓળખ કાર્ડ છે. આમ આદમી પાર્ટીએ ગંભીર વિરુદ્ધ આ મામલામાં તીસ હજારી કોર્ટમાં ક્રિમિનલ ફરિયાદ કરી છે. 


ગંભીરનું ઉમેદવાર ફોર્મ રદ્દ કરવાની અપીલ
પૂર્વ દિલ્હીથી આપના ઉમેદવાર આતિશીએ કહ્યું કે, ક્રિમિનલ મામલો છે અને ગંભીરને તત્કાલ અયોગ્ય ઠેરવવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, અમે આ મામલામાં ગંભીર વિરુદ્ધ તીસ હજારી કોર્ટમાં ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી છે.