શહીદ પર વિવાદાસ્પદ ટિપ્પણી: સાધ્વી પ્રજ્ઞાને ECની કારણદર્શક નોટિસ
ચૂંટણી પંચે ભોપાલથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાને તેમનાં નિવેદન માટે કારણ દર્શક નોટિસ ઇશ્યું કરી છે
ભોપાલ : ચૂંટણી પંચે 26/11 ના મુંબઇ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરે અંગે આપેલા વિવાદિત નિવેદન અંગે ભોપાલ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને કારણ દર્શક નોટિસ ઇશ્યું કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને ભોપાલ કલેક્ટર સુદામ ખાડેએ શનિવારે જણાવ્યું કે, અમે આ નિવેદન અંગે સ્વત સંજ્ઞાન લીધું છે અને આ મુદ્દે સહાયક ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે.
સલામ છે આ દીકરીને...પોતાના લિવરનો 65 ટકા હિસ્સો આપીને બચાવ્યો પિતાનો જીવ
અમે આ કાર્યક્રમના આયોજક અને તે વ્યક્તિની વિરુદ્ધ નોટિસ ઇશ્યું કરી રહ્યા છીએ, જેમણે આ નિવેદન આપ્યું છે અને તેનાથી 24 કલાકમાં જવાબ માંગશે. અમે સહાયક ચૂંટણી અધિકારીનો રિપોર્ટને ચૂંટણી પંચને મોકલશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ વાણીવિલાસ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે.
Exclusive: પ્રતિબંધ હટતા જ મેનકા ગાંધીએ કહ્યું, 'મારા નિવેદનને તોડી મરોડીને રજુ કરાયું'
સાધ્વી પ્રજ્ઞાએ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મુંબઇ એટીએસના તત્કાલીન પ્રમુખ હેમંત કરકરે પર યાતના આપવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, હું તેમને સર્વનાશ થવાનો શ્રાપ આપ્યો હતો. તમને જણાવી દઇએ કે પ્રજ્ઞા 2008માં થયેલા માલેગાવ વિસ્ફોટ મુદ્દે આરોપી છે અને હાલ જામીન પર છે. આ મુદ્દે તપાસ કરકરેનાં નેતૃત્વમાં થઇ હતી. 26 નવેમ્બર 2008નું પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ મુંબઇનાં અનેક સ્થળો પર હૂમલા કર્યા હતા. આ દરમિયાન કરકરે અને મુંબઇ પોલીસનાં કેટલાક અન્ય અધિકારીઓ શહીદ થઇ ગયા હતા.