મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથ 'બાલાસાહેબંચી શિવસેના'ને ચૂંટણી પંચે ચૂંટણી ચિન્હની ફાળવણી કરી દીધી છે. શિંદેની પાર્ટીને ઢાલ અને તલવારનું ચૂંટણી ચિન્હ મળ્યું છે. આ પહેલા તેણે પોતાની પસંદના ત્રણ ચૂંટણી ચિન્હોની યાદી મંગળવારે ચૂંટણી પંચને સોંપી હતી. ચૂંટણી પંચે ચૂંટણી ચિન્હ માટે પાર્ટી દ્વારા શરૂઆતમાં સોંપવામાં આવેલી યાદીને નકારી દીધી હતી. ચૂંટણી પંચે કહ્યું હતું કે શિવસેનાના એકનાથ શિંદે જૂથને બે તલવાર અને એક ઢાલ ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવ્યું છે. 


નોંધનીય છે કે ચૂંટણી પંચે શનિવારે શિવસેનાના બે જૂથ- ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા જૂથ અને શિંદેના નેતૃત્વવાળા જૂથને ત્રણ નવેમ્બરે અંધેરી પૂર્વ વિધાનસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણીમાં પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ લગાવી દીધો હતો. પંચે સોમવારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા શિવસેના જૂથને મશાલ ચૂંટણી ચિન્હ ફાળવ્યું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube