નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના વધતા પ્રકોપ વચ્ચે ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ 2જી મેના રોજ જાહેર કરાશે. આવામાં ચૂંટણી પંચે પરિણામ બાદ કોઈ પણ પ્રકારના વિજય સરઘસ, જૂલૂસ કે જશ્ન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને પુડ્ડુચેરીની વિધાનસભા ચૂંટણીના પરિણામ 2જી મેના રોજ જાહેર થવાના છે. ચાર રાજ્યોમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે જ્યારે બંગાળમાં હજુ પણ એક તબક્કાનું મતદાન બાકી છે. આવામાં ચૂંટણી પંચ તરફથી મહત્વનો નિર્ણય લેવાયો છે. 


કોરોના (Corona) નું સંકટ છેલ્લા કેટલાક દિવસથી ગંભીર બની રહ્યું છે. આવામાં ચૂંટણી રેલીઓમાં ઉમટેલી ભીડ પર સતત સવાલ થઈ રહ્યા હતા. બંગાળમાં સાતમા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પંચે મોટી રેલીઓ, રોડ શો અને પદયાત્રા પર રોક લગાવી હતી. રાજકીય પક્ષોને વર્ચ્યુઅલ સભાઓ કરવાની અપીલ કરી હતી. 


Corona Vaccine: Covishield અને Covaxin રસી કોણે ન લેવી જોઈએ? ફેક્ટશીટની ખાસ વાતો જાણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube