Corona Vaccine: Covishield અને Covaxin રસી કોણે ન લેવી જોઈએ? ફેક્ટશીટની ખાસ વાતો જાણો

કોરોના સામેની લડતમાં જો સૌથી મોટું હથિયાર હોય તો તે રસી છે. સરકાર દ્વારા સતત રસીકરણ ડ્રાઈવ ઝડપી બનાવવામાં આવી રહી છે. 1 મેથી 18 વર્ષની ઉપરના લોકોને રસી આપવામાં આવશે. બીજી બાજુ હજુ પણ લોકોમાં રસીને લઈને આશંકા છે કે રસી મૂકાવવી જોઈએ કે નહીં? એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ કેટલાક કેસમાં રસી મૂકાવતા બચવું જોઈએ

ફેક્ટશીટથી જાણો કોણે ન લેવી જોઈએ રસી

1/5
image

હકીકતમાં કેટલાક કેસમાં રસીની આડઅસર સામે આવી છે. ત્યારબાદ કોવિશીલ્ડ અને કોવેક્સીન તરફથી ફેક્ટશીટ બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે કયા લોકોએ આ રસી લેવી જોઈએ નહીં. 

એલર્જી હોય તો રસી ન મૂકાવવી

2/5
image

કોવેક્સીન અને કોવિશીલ્ડ નિર્માતાઓએ ફેક્ટશીટમાં કહ્યું છે કે જો કોઈ વ્યક્તિને રસીના કોઈ ખાસ ઈન્ગ્રિડિયન્ટની એલર્જી હોય તો તેમણે આ રસી લેવી જોઈએ નહીં. 

પહેલા ડોઝ બાદ રિએક્શન થયું તો ન મૂકાવો રસી

3/5
image

જો પહેલા ડોઝ બાદ રિએક્શન જોવા મળ્યું હોય અને કોરોનાનું ઘાતક સંક્રમણ અને ખુબ તાવ હોય તો આવામાં પણ પણ રસી ન મૂકાવો.

ગર્ભવતી મહિલાઓએ ન લેવી રસી

4/5
image

કોવેક્સીન અને કોવિશીલ્ડની ફેક્ટશીટમાં ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને પણ રસી ન લેવાની સલાહ આપવામાં આવી છે. 

મેડિકલ કંડિશનની જાણકારી આપો

5/5
image

બંને દવા કંપનીઓની ફેક્ટશીટમાં કહેવાયું છે કે રસી લગાવતા પહેલા તમારા હેલ્થકેર પ્રોવાઈડરને સ્વાસ્થ્ય સંબંધિત તમામ જાણકારીઓ આપો. તમારી મેડિકલ કંડિશન જણાવ્યાં બાદ જ રસી મૂકાવો. (ખાસ નોંધ- કોઈ પણ તારણ પર પહોંચતા પહેલા હંમેશા કોઈ વિશેષજ્ઞ કે ચિકિત્સક સાથે ચર્ચા કરો. ઝી ન્યૂઝ આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી)