નવી દિલ્હી : ચૂંટણીમાં વધારે ધન વપરાતું હોવાના પ્રવાહ પર કાબુ મેળવવા માટે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારો દ્વારા પ્રતિદિવસ કરવામાં આવતા ખર્ચની સીમા 20 હજારથી ઘટાડીને 10 હજાર કરી દીધી છે. તમામ મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલાયેલા નિર્દેશમાં ચૂંટણી પંચે કહ્યું કે, દસ હજારથી ઉપરનો ખર્ચ કરનારા દરેક ઉમેદવાર અને દળોનાં ક્રોસ ચેક, ડ્રાફ્ટ અથવા એનઇએફટી અથવા આરટીજીએસ ઇલેક્ટ્રોનિક પદ્ધતીથી જ ચુકવણી કરવી પડશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપ્રીલ 2011માં ચૂંટણી પંચે રોજીંદા રોકડ ખર્ચની સીમા 20 હજાર રૂપિયા નિશ્ચિત કરી હતી, જો કે આવક વેરા વિભાગની કલમ 40 એ(3), 2017માં સંધોધનને ધ્યાને રાખતા તેમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. હવે એક ઉમેદવાર ચૂંટણી પ્રચાર દરમિયાન કોઇ એક વ્યક્તિ અથવા સંસ્થાથી રોકડમાં દસ હજાર રૂપિયાથી વધારે દાન કે લોન સ્વિકારી શકે નહી. 

ચૂંટણી પંચે દળો અને ઉમેદવારોને ચૂંટણી સંબંધિત ખર્ચમાં અધિક પારદર્શિતા લાવવા માટે પ્રયાસરત્ત છે. ઉમેદવારો વચ્ચે સામાન્ય સંમતીના આધારે 2015માં ચૂંટણી પંચના મુસદ્દાના દસ્તાવેજ અનુસાર વ્યક્તિઓની જેમ ચુંટણીના સમયે રાજનીતિક દળો દ્વારા કરવામાં આવેલા ખર્ચની સીમા હોવી જોઇએ. હાલમાં ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારો માટે પ્રચાર સંબંધમાં સીમા નિશ્ચિત છે, પરંતુ રાજનીતિક દળ દ્વારા ચૂંટણી પ્રચાર પર કરવામાં આવતા ખર્ચની કોઇ સીમા નથી. 

ચૂંટણી પંચના નિયમો અનુસાર પ્રતેય ઉમેદવારને ચૂંટણી પહેલા એક નવું બેંક એકાઉન્ટ ખોલીને ચૂંટણી ખર્ચનો અહેવાલ સોંપવાનો હોય છે. સાથે જ દરેક ઉમેદવાર 28 લાખ રૂપિયાથી વધારેનો ખર્ચ કરી શકે નહી. જો કોઇ ઉમેદવાર સીમા કરતા વધારે ખર્ચ કરે તો તેની ઉમેદવારી પણ રદ્દ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત્ત ચૂંટણીમાં ખર્ચ સીમા 16 લાખ રૂપિયા હતી. જેને આ વખતે વધારી દેવામાં આવ્યું છે.