`પનોતી` નિવેદન આપી ફસાયા રાહુલ ગાંધી, ચૂંટણી પંચે નોટિસ ફટકારી જવાબ માંગ્યો
Rahul Gandhi Panauti Remarks: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નવા વિવાદમાં ફસાયા છે. પ્રધાનમંત્રી પર વિવાદિત ટિપ્પણી કરવા પર તેમને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે.
નવી દિલ્હીઃ Rahul Gandhi Panauti Remarks: કોંગ્રેસ નેતા રાગુલ ગાંધીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ પનોતી મોદીવાળી ટિપ્પણી પર ચૂંટણી પંચથી ગુરૂવારે ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ નેતાને ચૂંટણી પંચે કારણ દર્શાવો નોટિસ ફટકારી શનિવાર (25 નવેમ્બર) સાંજે 6 કલાક સુધી જવાબ આપવાનું કહ્યું છે.
ભાજપે બુધવાર (22 નવેમ્બર) એ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી હતી. પાર્ટી મહાસચિવ રાધા મોહન દાસ અગ્રવાલ અને અન્ય પદાધિકારી ઓમ પાઠક સહિત પ્રતિનિધિમંડળમાં સામેલ અન્ય નેતાઓએ રાહુલ ગાંધીના નિવેદનને અપમાનજનક ગણાવ્યું હતું.
હકીકતમાં રાહુલ ગાંધીએ વિશ્વ કપ ક્રિકેટની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની હાર બાદ પીએમ મોદી વિરુદ્ધ પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચોઃ Vidoe: એક વ્યક્તિએ 100 નંબર પર કર્યો કોલ, પોલીસને બોલાવી કહ્યું- મને જેલમાં પૂરી દો
ભાજપે કરી ફરિયાદ
ભાજપે ચૂંટણી પંચને આપેલા આવેદનમાં કહ્યું- જૂઠાણાંઓની જાળ ફેલાવવામાં સામેલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની ટિપ્પણી આ ગુનેગારો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવા અને કડક કાર્યવાહીની માંગ કરે છે, કારણ કે તેમના આચરણમાં નૈતિક મૂલ્યોની સાથે-સાથે ચૂંટણી કાયદા અને આદર્શ આચાર સંહિતાના દિશાનિર્દેશો માટે પણ કોઈ સન્માન નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube