એક વ્યક્તિએ 100 નંબર પર કર્યો કોલ, પોલીસને બોલાવી કહ્યું- મને જેલમાં પૂરી દો, આપ્યું રસપ્રદ કારણ

આજકાલ એક જોરદાર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ 100 નંબર પર કોલ કરી પોલીસને ઘરે બોલાવે છે અને પછી જેલ જવાની જિદ કરવા લાગે છે. 

એક વ્યક્તિએ 100 નંબર પર કર્યો કોલ, પોલીસને બોલાવી કહ્યું- મને જેલમાં પૂરી દો, આપ્યું રસપ્રદ કારણ

નવી દિલ્હીઃ ગુનેગાર હોય કે પછી સામાન્ય વ્યક્તિ, દરેક પોલીસ અને જેલથી દૂર રહેવાનું પસંદ કરે છે. જો પોલીસ કોઈને પકડવા આવે તો તે વ્યક્તિ ભાગવા કે છુપાવાનો પ્રયાસ કરે છે, કારણ કે તેને જેલ જવાનું પસંદ નથી. તમે પણ આજ સુધી કોઈ એવા વ્યક્તિને નહીં મળ્યા હોવ જેને જેલ જવાનું પસંદ હોય કે પછી ખુદ જેલ જવા માટે પોલીસકર્મીઓને કહેતો હોય. પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પોલીસકર્મીઓને કહી રહ્યો છે કે મને જેલમાં પૂરી દો.

વ્યક્તિએ પોલીસને કર્યો કોલ
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પોલીસકર્મી એક વ્યક્તિને પૂછે છે કે તમે 100 નંબર પર ફોન કર્યો હતો, શું સમસ્યા છે? તેના જવાબમાં તે કહે છે- હા 2-2 વાર ફોન કર્યો હતો. મને કોઈ સમસ્યા નથી, બસ વધુ દારૂ પીવુ છે. તેથી મને થોડા દિવસ જેલમાં રાખો. વીડિયોમાં વ્યક્તિ કહે છે કે જેલમાં 10-12 દિવસ રહીશ તો દારૂ છૂટી જશે. ત્યાં પીવા મળશે નહીં અને ત્યાં ઓફિસર લોકો પણ હોય છે. 

— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) November 23, 2023

વીડિયો થયો વાયરલ
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @HasnaZaruriHai નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે કેપ્શન લખ્યું છે- દિલનો સાફ છે આ ભાઈ. ત્યારબાદ હસવાની ઇમોજી પણ શેર કરવામાં આવી છે. આ વીડિયોને હજારો લોકો જોઈ ચુક્યા છે. ઘણા લોકો તેને રીપોસ્ટ પણ કરી રહ્યાં છે. લોકો આ વીડિયો પર અલગ-અલગ કોમેન્ટ પણ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news