Maharashtra-Jharkhand Election Dates : ચૂંટણી પંચે આખરે આજે બપોરે 3.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે સૌની નજર મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણી લઈને તારીખોની જાહેરાત થાય તેના પર છે. ત્યારે આ બે રાજ્યોની સાથે ગુજરાતમાં પણ ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આજે વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાતની શક્યતા છે.


  • આજે મહારાષ્ટ્રની ચુંટણી જાહેર થવાની શક્યતા

  • વિધાનસભા ચુંટણીઓની થશે જાહેરાત

  • મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચુંટણી થશે જાહેર

  • વાવ પેટા ચુંટણીની જાહેરાત પર સસ્પેન્સ

  • ગુજરાતમા વાવ વિધાનસભા ચુંટણી યોજાવાની બાકી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીનું બ્યુગલ આજે વાગવાનું છે. ચૂંટણી પંચ આજે બપોરે 3.30 વાગ્યે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા જઈ રહ્યું છે. ચૂંટણી પંચે એક ઔપચારિક પત્ર સાથે જણાવ્યું છે કે રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બપોરે 3.30 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં ચૂંટણીની તારીખ અને મત ગણતરીની જાહેરાત કરવામાં આવશે.


તો આ ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે 
આજે બપોરે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. તે સાથે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પણ જાહેર થશે. જૂનાગઢની વિસાવદર બેઠક મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન પેન્ડીંગ છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી જાહેર થયા બાદ નવેમ્બર- ડિસેમ્બરમાં રાજ્યમાં દોઢ-બે વર્ષથી લટકી પડેલી ૭૫ નગરપાલિકા, બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા અને ૪,૫૦૦ જેટલી ચામ પંચાયતોની ચૂંટણી જાહેર થશે.


 



 


પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે 
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે વખત ગુજરાતના પ્રવાસે રહેશે. ૨૮મી ઓક્ટોબરે વડોદરા અને અમરેલીની મુલાકાત લેશે તેમ જાણવા મળ્યું છે. ત્યારે તેઓ તેમની આ મુલાકાત વાવની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે હોઈ શકે છે તેવી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.