મણિપુરના લિસાંગમાં બલ્બ સળગ્યો અને ભારત બન્યું અંધકારમુક્ત
15 ઓગષ્ટ 2015નાં દિવસે વડાપ્રધાને લાલ કિલ્લા પરથી 1000 દિવસની અંદર તમામ ગામમાં વિજળી પહોંચાડવાનું વચન આપ્યું હતું
નવી દિલ્હી : ભારત હવે પુર્ણત વિજળીથી રોશન દેશ બની ચુક્યો છે. મણિપુરનાં લીસાંગ ગામનાં એક ઘરે વિજળીનો બલ્બ સળગતાની સાથે જે ભારત સંપુર્ણ વિદ્યુતીકરણનું લક્ષ્ય પ્રાપ્ત કરનાર દેશ બની ચુક્યો છે. મણિપુરનાં સેનાપતિ જિલ્લાનાં લિસાંગ ગામ ભારતનું તે છેલ્લું ગામ હતું, જ્યાં વિજળી નહોતી પહોંચી રહી પરંતુ 28 એપ્રીલ શનિવારે આ ગામને પણ નેશનલ પાવર ગ્રીડ સાથે જોડી દેવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ ઐતિહાસિક દિવસ ગણાવતા કહ્યું કે, આપણે વિદ્યુતીકરણનાં લક્ષ્યાંકને સમય પહેલા જ પ્રાપ્ત કરી લીધું છે. સરકારનું આગામી લક્ષ્યાંક માર્ચ, 2019 સુધી દરેક ઘરને વિજળી આપવાનું છે.
વડાપ્રધાને ટ્વીટ કર્યું કે, 28 એપ્રીલ, 2018નાં રોજ ભારતને વિકાસ યાત્રામાં એક ઐતિહાસિક દિવસ સ્વરૂપે યાદ કરવામાં આવશે. કાલે અમે એક વચન પુરૂ કર્યું. જેનાં કારણે અનેકો ભારતીયોનાં જીવનમાં હંમેશા માટે અંધારૂ દુર થઇ જશે. તેમણે કહ્યું કે, મને તે વાતની પ્રસન્નતા છે કે હવે ભારતનાં દરેક ગામમાં વિજળી સુલભ હશે. મોદીએ કહ્યું કે, ભારતનાં વિકાસની યાત્રામાં આ દિવસ ઐતિહાસિક દિવસ તરીયે યાદ કરવામાં આવશે અને તેને આગામી પેઢીઓને લાભ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે કાલે જાહેરાત કરી હતી કે દેશનાં 18 હજાર કરતા પણ વધારે ગામોમાં વિજળી પહોંચી ચુકી છે. વડાપ્રધાન મોદીએ 15 ઓગષ્ટ 2015નાં રોજ લાક કિલ્લા પરથી એક હજાર દિવસની અંદર દરેક ગામમાં વિજળી પહોંચાડવા માટેની જાહેરાત કરી હતી. સમયસીમા પુર્ણ થયાનાં 12 દિવસ પહેલા જ શનિવારે આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરી લેવામાં આવ્યું હતું.
વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે, હું સશક્ત ભારતની હકીકત જણાવવાની દીશામાં જમીન પર કાર્ય કરનારા તમામ લોકોનાં પ્રયાસોને સલામ કરૂ છું. જેનાંથી અધિકારીઓની ટીમ, ટેક્નીકલ કર્મચારી અને અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. તેમનો આ પ્રયાસ આગામી વર્ષોમાં આપણી પેઢીઓને ખુબ જ ફાયદો પહોંચાડશે. વડાપ્રધાને આ સંદર્ભે મણિપુરનાં લીસાંગ ગામનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, આ ગામ જેવા હજારો ગામો સુધી વિજળી પહોંચી ગઇ જે અત્યાર સુધી સુવિધાઓથી વંચિત હતા.