નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) મહામારી વિરુદ્ધ કોરોના રસીને સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે. દેશમાં 18 વર્ષથી વધુ વયના લોકોને રસી અપાઈ રહી છે. આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યા છે કે ઝાયડસ કેડિલાની રસી Zycov-d ને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળવામાં હજુ થોડા દિવસ લાગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝાયડસ કેડિલાએ DCGI પાસે માંગી છે મંજૂરી
ઝાયડસ કેડિલાએ પોતાની કોરોના રસી ઝાયકોવ-ડી  ( Zycov-d)ના ઈમરજન્સી ઉપયોગ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે મંજૂરી માંગી છે. આ રસી 12 વર્ષથી ઉપરના લોકો માટે છે અને તેના ફેઝ-3 ટ્રાયલ પૂરી થઈ ગઈ છે. 


UP ના કોરોના મેનેજમેન્ટ પર ઓવારી ગયા આ ઓસ્ટ્રેલિયન સાંસદ, કહ્યું- 'અમને CM યોગી આપી દો'


દેશની પાંચમી રસી હશે
 Zycov-d ને જો મંજૂરી મળી જશે તો તે દેશમાં ઉપલબ્ધ કોરોનાની પાંચમી રસી બનશે. આ અગાઉ DCGI એ સ્વદેશી રસી કોવેક્સીન અને  કોવિશિલ્ડને મંજૂરી આપી હતી. ત્યારબાદ સ્પુતનિક-વી અને મોર્ડર્નાની કોરોના રસીને પણ મંજૂરી મળી ચૂકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube