J&K: 24 કલાકમાં 3 આતંકીઓ ઠાર, એક જવાન શહીદ, શોપિયા-સોપોરમાં પણ એન્કાઉન્ટર
જમ્મુ અને કાશ્મીરમાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટર સોપોરના મલમાપનપોરા વિસ્તારમાં થઈ રહ્યું છે. આ અથડામણમાં એક આતંકી માર્યો ગયો હોવાના અહેવાલ છે. તેના મૃતદેહની શોધ ચાલુ છે. જો કે હજુ સુધી તેની અધિકૃત પુષ્ટિ થઈ નથી. વિસ્તારમાં બે આતંકીઓ હોવાની આશંકા છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. શુક્રવારે શોપિયાના પંડુશાન ગામમાં આતંકીઓ સાથે શરૂ થયેલી સુરક્ષાદળોની અથડામણ આજે શનિવારે પણ ચાલુ છે. ગઈ કાલે આ અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતાં. સુરક્ષાદલોએ શોપિયામાં આજે એક વધુ આતંકીને ઠાર કર્યો. આ સાથે જ શનિવારે સવારે સુરક્ષાદલોની સોપોરમાં આતંકીઓ સાથે વધુ એક અથડામણ શરૂ થઈ. અત્યાર સુધીમાં ઘાટીમાં છેલ્લા 24 કલાકમાં 3 આતંકીઓ ઠાર કરાયા છે. આ સાથે જ એક જવાન શહીદ થયો છે અને બે ઘાયલ થયા છે.
અત્રે જણાવવાનું કે સુરક્ષાદળોને ગુરુવારે શોપિયાના પંડુશાન ગામમાં કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. આ દરમિયાન શનિવારે સવારે ગામમાં છૂપાયેલા આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં જીનત ઉલ ઈસ્લામ નાઈકો સહિત બે આતંકીઓ ઠાર કરાયા. જીનતનો મૃતદેહ પણ મળી આવ્યો છે. તેનો મૃતદેહ શુક્રવારે રાતે તેના પરિવારને સોંપી દેવાયો. આતંકી જીનત જૈશ એ મોહમ્મદનો મહત્વપૂર્ણ સ્થાનિક આતંકી હતો. તે શોપિયામાં પણ કેટલાક આતંકી હુમલામાં સામેલ હતો.
જુઓ LIVE TV