લગ્ન સ્થળ પર `Mirzapur` જેવા હાલ, પોલીસ-બદમાશ અને વર-વધુ; 3 કલાક સુધી થયું ફાયરિંગ
પંજાબના તરન તારનમાં લગ્ન દરમિયાન એવી ઘટના બની કે જેણે વેબ સિરીઝ મિરઝાપૂરની યાદ અપાવી દીધી. જ્યારે વર-વધુ લગ્ન કરવા માટે મેરેજ પેલેસના ગેટ પર પહોંચ્યા જ હતા કે, અચાનક વેબ સિરીઝ મિરઝાપૂરની જેમ પોલીસ અને બદમાશો વચ્ચે ફાયરિંગ શરૂ થયું હતું
તરન તારન: પંજાબના તરન તારનમાં લગ્ન દરમિયાન એવી ઘટના બની કે જેણે વેબ સિરીઝ મિરઝાપૂરની યાદ અપાવી દીધી. જ્યારે વર-વધુ લગ્ન કરવા માટે મેરેજ પેલેસના ગેટ પર પહોંચ્યા જ હતા કે, અચાનક વેબ સિરીઝ મિરઝાપૂરની જેમ પોલીસ અને બદમાશો વચ્ચે ફાયરિંગ શરૂ થયું હતું.
તમને જણાવી દઇએ કે, પંજાબના તરન તારનમાં પોલીસ અને બદમાશો વચ્ચે ફાયરિંગ શરૂ થયા બાદ વર-વધુને મેરેજ પેલેસ બહાર રોકવામાં આવ્યા હતા. પોલીસે તેમને મેરેજ પેલેસની અંદર જવાની મંજૂરી આપી ન હતી. જાણો કે માહી રિસોર્ટ મેરેજ પેલેસ તરન તારનમાં હાઇવેની બાજુમાં સ્થિત છે.
આ પણ વાંચો:- કેન્દ્ર સરકારે WhatsApp ને લખ્યો પત્ર, નવી પોલિસી પરત લેવાનું કહ્યું
જાણી લો કે, મેરેજ પેલેસની અંદર પાંચ બદમાશો છુપાયેલા હતા. પંજાબ પોલીસે તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા. ત્યારબાદ બદમાશોએ પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું હતું, ત્યારબાદ પોલીસે પણ તેમને મુંહતોડ જવાબ આપ્યો હતો. આવી સ્થિતિમાં વર-વધુના લગ્નમાં અડચણ ઉભી થઈ હતી.
આ પણ વાંચો:- કોરોના વેક્સીનથી કોઈ ખતરો કે નહીં? AIIMSના ડાયરેક્ટરે દૂર કર્યા તમામ ભ્રમ
આજ તકના જણાવ્યા અનુસાર, તરન તારનમાં પોલીસ અને બદમાશો વચ્ચે લગભગ 3 કલાક સુધી ફાયરિંગ થયું હતું. આ સમય દરમિયાન, ગોળીથી એક બદમાશનું મોત નિપજ્યું હતું અને બાકીના 4ની ધરપકડ કરવામાં આવી હતી. એન્કાઉન્ટર દરમિયાન પોલીસે 80 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આ પણ વાંચો:- પીએમ મોદીએ સુરત અકસ્માતમાં મૃત્યુ પામેલા 15 લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યું
દુલ્હનના દાદા મન્નાસિંહે કહ્યું કે, જ્યારે અમે મેરેજ પેલેસ પહોંચ્યા ત્યારે ત્યાં આ દ્રશ્ય જોઇને અમને આશ્ચર્ય થયું. ત્યાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી સ્થળ ઉપર તૈનાત કરાયા હતા. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી પૌત્રીના લગ્ન દિવસે આવું કંઈક થશે. ઘણા દિવસો પહેલા મેરેજ પેલેસ બુક કરાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube