કોરોના વેક્સીનથી કોઈ ખતરો કે નહીં? AIIMSના ડાયરેક્ટરે દૂર કર્યા તમામ ભ્રમ
કોરોના વેક્સીનેશન (Corona Vaccination) શરૂ થયા બાદ સતત સવાલ ઉઠી રહ્યાં છે કે, આખરે વેક્સીન આવ્યા પહેલા જે રીતે ક્રેઝ જોવા મળી રહ્યો હતો હવે તે ક્રેઝ (Craze) કેમ જોવા મળી રહ્યો નથી. આ સમગ્ર મામલે એઈમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ સ્પષ્ટતા આપી છે
Trending Photos
નવી દિલ્હી: કોરોના વેક્સીનેશન (Corona Vaccination) શરૂ થયા બાદ સતત સવાલ ઉઠી રહ્યાં છે કે, આખરે વેક્સીન આવ્યા પહેલા જે રીતે ક્રેઝ જોવા મળી રહ્યો હતો હવે તે ક્રેઝ (Craze) કેમ જોવા મળી રહ્યો નથી. આ સમગ્ર મામલે એઈમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ સ્પષ્ટતા આપી છે કે, અફવાઓના (Fake News) કારણે કેટલાક લોકો ભ્રમિત જરૂર થયા છે પરંતુ વેક્સીન લગાવનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
લોકોને ભ્રમિત થવાની જરૂરીયાત નથી
એઈમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ દેશવાસીઓને ખાતરી આપી છે કે, સોશિયલ મીડિયા પર જે પ્રકારનાં સમાચારો ચાલી રહ્યા છે તેમાં કોઈ સત્ય નથી. વૈજ્ઞાનિકો અને ડોકટરોની સખત મહેનતને કારણે, કોરોના વેક્સીન એક વર્ષમાં જ તૈયાર થઈ ગઈ હતી, પરંતુ આનો અર્થ એ નથી કે સલામતી અંગે કોઈ કરાર થયો છે. લોકોને સમજવાની જરૂર છે કે વેક્સીન પર વિશ્વાસ ના કરાવતા એવા સમાચાર પર વિશ્વાસ ન કરો અને ટાઈમ ટેબલ (Time Table) પ્રમાણે વેક્સીન જરૂરથી લેવી જ જોઇએ.
ટૂંક સમયમાં આવશે વધુ વેક્સીન
ડોક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યા અનુસાર આ વર્ષે અન્ય વધુ વેક્સીન બજારમાં આવી શકશે જેના પર અત્યારે હાલ કામ ચાલી રહ્યું છે. જ્યારે આ રસી લોકોને લગાવવામાં આવશે ત્યારે ટ્રાન્સમિશન તોડવામાં સફળતા મળશે અને જીવન પાછું પાટા પર પરત ફરશે. અર્થવ્યવસ્થા પણ પાટા પર આવશે અને સ્કૂલ કોલેજ પણ શરૂ થઈ જશે.
કોરોના કાળમાં શું શીખ્યા
ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોના સમયગાળાથી દેશને ઘણું શીખવા મળ્યું છે અને આપણે ભવિષ્ય માટે વધુ સારી રીતે તૈયાર થવાની જરૂર છે. આપણે આપણા માળખાકીય સુવિધાઓ અને યોજનાઓ બનાવવાની જરૂર છે જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ઉભી ન થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે