શ્રીનગર : જમ્મુ કાશ્મીરથી આશરે 40 કિલોમીટર દુર પુલવામાં જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ અને સેના વચ્ચે ઘર્ષણ થયું. આ ઘર્ષણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. સેનાએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. પોલીસ પણ આ ઓપરેશનમાં સેનાની સાથે છે. ઘર્ષણ દરમિયાન સ્થાનીક નાગરિક પણ એકત્ર થઇ ગયા અને સેનાની કાર્યવાહીનો વિરોધ કરવા લાગ્યા. એટલું જ નહી પ્રદર્શનકર્તાઓએ સેના પર પથ્થરમારો પણ કર્યો. આ દરમિયાન ગોળી લાગવાનાં કારણે એક નાગરિકનું મોત નિપજ્યું અને 8 અન્ય લોકો ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ - કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં શુક્રવારે સુરક્ષાદળોની એક મોટી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર પુલવામાં છતરપોરા વિસ્તારમાં થયેલા એક ઘર્ષણ દરમિયાન ત્રણ આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા છે, ત્યાર બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં એક મોટુ સર્ચ ઓપરેશન ચાલુ કરવમાં આવ્યું છે. પુલવામાંમાં થયેલા આ ઘર્ષણ વચ્ચે આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

પોલીસ વિભાગનાં ઉચ્ચ સ્તરીય સુત્રો અનુસાર સુરક્ષા એજન્સીઓને પુલવામાના મુખ્ય શહેર પાસે આવેલા છતરપોરા મોહલ્લામાં આતંકવાદીઓનું એક દળ હાજર હોવાની માહિતી મળી હતી. આ ઇનપુટ બાદ વિસ્તારમાં સેનાની 55 રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મુ કાશ્મીર પોલીસની એસઓજી અને સીઆરપીએફનાં જવાનો દ્વારા સંયુક્ત રીતે ગહન શોધખોળ માટેનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. 

એક મકાનમાં છુપાયેલા હતા આતંકવાદી
સુરક્ષાદળોની સખત ઘેરાબંધી વચ્ચે આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ ચાલું કર્યું, ત્યાર બાદ જવાનોની તરફથી તેનો જવાબ આપવામાં આવ્યો. ત્યાર બાદ આ વિસ્તારમાં તત્કાલ અતિરિક્ત સુરક્ષાદળોની ગોઠવણી કરાવીને આતંકવાદીઓની વિરુદ્ધ એક મોટી કાર્યવાહી ચાલુ કરવામાં આવી. આતંકવાદીઓની વિરુદ્ધ થયેલા આ મોટા ઓપરેશન બાદ સુરક્ષાદળોએ એક મકાનમાં છુપાયેલા ત્રણ આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા.

આતંકવાદીઓ સાથે ઘર્ષણ દરમિયાન આ વિસ્તારમાં ભારે હિંસા
હાલ આતંકવાદી ઘર્ષણ દરમિયાન ઉપદ્રવીઓનાં એક સમુહ દ્વારા સુરક્ષા દળો પર પથ્થરમારો કરીને ઓપરેશનમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બાહ્ય ઘેરામાં હાજર સીઆરપીએફનાં જવાનોએ ટીયર ગેસનાં શેલ છોડીને ટોળાઓને ઘટના સ્થળ પરથી ખદેડી દીધા હતા.