શોપિયા:  જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે સવારે લગભગ સાડા 5 વાગે અથડામણ શરૂ થઈ ગઈ હતી. સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણ શોપિયાના સુગ્ગુ હેંધામા વિસ્તારમાં ચાલુ હતી. સુરક્ષાદળોની જોઈન્ટ ટીમે આ ઓપરેશનને અંજામ આપ્યો. જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, 44 રાષ્ટ્રીય રાયફલ્સ અને સીઆરપીએફ સામેલ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે શોપિયામાં થયેલી આ અથડામણમાં ચારેય આતંકીઓના મૃતદેહો મળી આવ્યાં છે. સેનાનું સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. જેથી કરીને હજુ કોઈ આતંકી છૂપાયેલો હોય તો ખબર પડે. જો કે સુરક્ષાદળોએ આતંકીઓને એવી રીતે ઘેરી લીધા હતાં કે તેમનું બચવું મુશ્કેલ જ નહીં અશક્ય હતું. 


આતંકીઓ જ્યાં છૂપાયા હતાં ત્યાં જમીનની અંદર એક રૂમ જેટલો ખાડો ખોદાયો હતો. આ જગ્યાનો ઉપયોગ આતંકી છૂપાવવા માટે કરતા હતાં. એક ટોપના અધિકારીએ પુષ્ટિ કરી છે કે સુરક્ષાદળોની જોઈન્ટ ટીમ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. ઈનપુટ મુજબ 2-3 આતંકીઓ છૂપાયેલા હોવાની ખબર મળી હતી. 


પોલીસ અધિકારીએ કહ્યું કે જ્યારે સુરક્ષાદળોની જોઈન્ટ ટીમે સંદિગ્ધ જગ્યાને ઘેરો ઘાલ્યો તો છૂપાયેલા આતંકીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધુ. જેનો જડબાતોડ જવાબ આપ્યો અને એન્કાઉન્ટર શરૂ થઈ ગયું. જો કે આતંકીઓને સમર્પણ કરવાની તક પણ અપાઈ હતી પરંતુ તેઓ ન માન્યા અને ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. અત્રે જણાવવાનું કે એક અઠવાડિયાની અંદર આ ત્રીજી અથડામણ છે. પોલીસના જણાવ્યાં મુજબ તેમાંથી 3 કમાન્ડર હતાં જે હિજબુલ મુજાહીદ્દીન સંગઠનના હતાં. 


બીજી બાજુ કાશ્મીરમાં આતંકીઓના સફાયાથી પાકિસ્તાન ધૂંધવાયું છે. આજે સવાર લગભગ સાડા સાત વાગ્યાથી પાકિસ્તાન એલઓસી પાસે નૌશેરા સેક્ટરમાં સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. ભારતીય સેના તેની આ કાયરતાપૂર્ણ હરકતનો બરાબર જવાબ આપી રહી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube