કુલગામ: જમ્મૂ કાશ્મીર  (Jammu and Kashmir)ના કુલગામમાં સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષાબળોએ ચારેયતરફ ઘેરીને આતંકવાદીઓનું એંકાઉન્ટર કર્યું છે. ગુપ્ત સૂચના મળ્યા બાદ સુરક્ષાબળોએ આતંકવાદીઓની શોધખોળ કરવાનું શરૂ કર્યું હતું. કાશ્મીરના સાઇજીએ જાણકારી આપી હતી કે કુલગામ એંકાઉન્ટમાં બે આતંકવાદ ઠાર માર્યા છે. તમને જણાવી દઇએ કે કુલગામ જિલ્લામાં દમહલ હંજિપોરા વિસ્તારના ખુર ગામમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે સવારે મુઠભેડ શરૂ થઇ ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કોર્ડન અને સર્ચ ઓપરેશન (CASO)ને આજે સવારે આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે વિશિષ્ટ સુચનાઓ મળી હતી. આ ઉપરાંત 34 આરઆર, સીઆરપીએફ અને કુલગામ પોલીસ સહિત સંયુક્ત બળો દ્વારા ક્ષેત્રમાં શોધખોળ અભિયાન ચલાવવામાં આવ્યું. 


તેમણે આગળ કહ્યું કે આતંકવાદી જ્યાં ફસાયા હતા, તે જગ્યાએ ઘેરાવો કર્યા બાદ આતંકવાદી સાથે આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ આતંકવાદીઓની શોધખોળ દરમિયાન ગોળીઓ ચલાવી. તેના જવાબમાં સુરક્ષાબળોએ પણ ફાયરિંગ કર્યું અને મુઠભેડ શરૂ થઇ ગઇ. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube