એવું તે શું છે આ ઈમેલમાં કે રોબર્ટ વાડ્રાની મુસીબત વધી, EDએ કરી ફરી પૂછપરછ, જાણો
લંડનમાં (london) મની લોન્ડરિંગ (money laundry) દ્વારા સંપત્તિ (property) ખરીદવાના આરોપમાં રોબર્ટ વાડ્રાની (robert vadra) આજે પણ ઈડીએ (ED) લગભગ 2 કલાક પૂછપરછ કરી. ગુરુવારની પૂછપરછનો આધાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (enforcement directorate) ઈડીએ એક શંકાસ્પદ ઈમેલને બનાવ્યો હતો. જેમાં રોબર્ટ વાડ્રા અને સુમિત ચડ્ઢા (sumit chadha) નામની વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ છે.
નવી દિલ્હી: લંડનમાં મની લોન્ડરિંગ દ્વારા સંપત્તિ ખરીદવાના આરોપમાં રોબર્ટ વાડ્રાની આજે પણ ઈડીએ લગભગ 2 કલાક પૂછપરછ કરી. ગુરુવારની પૂછપરછનો આધાર ઈડીએ એક શંકાસ્પદ ઈમેલને બનાવ્યો હતો. જેમાં રોબર્ટ વાડ્રા અને સુમિત ચડ્ઢા નામની વ્યક્તિ વચ્ચે વાતચીત થઈ છે.
વાડ્રા અને તેમની કંપની દ્વારા જે બેનામી સંપત્તિ મામલે શંકાસ્પદ લેવડદેવડ થઈ છે તે સંબંધિત દસ્તાવેજો ઈડીને મળ્યા છે. આ દસ્તાવેજોને લઈને આજે રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરવામાં આવી. દસ્તાવેજોમાં આર્મ્સ ડીલર સંજય ભંડારીના સંબંધી સુમિત ચડ્ઢાના એક શંકાસ્પદ ઈમેઈલનો પણ ઉલ્લેખ છે. આ મેઈલ કેટલીક સંદિગ્ધ લેવડદેવડ સંબંધિત છે. આ લેવડદેવડ લંડનની એક પ્રોપ્રટી મામલે હતો. વાડ્રા દ્વારા પ્રોપર્ટીમાં થનારા કામનો પણ ઉલ્લેખ આ દસ્તાવેજમાં છે.
મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાની પૂછપરછ ખતમ, ED ઓફિસથી નીકળ્યા બહાર
શું લખ્યું છે મેઈલમાં?
સુમિત ચડ્ઢા તરફથી રોબર્ટ વાડ્રાને મોકલવામાં આવેલા ઈમેઈલમાં લખ્યું છે કે "હાય રોબર્ટ, કોઈ જાણકારી છે કે ક્યા સુધીમાં ફંડ મોકલવામાં આશે, આ અંગે કોઈની પાસેથી મને કોઈ જાણકારી મળી નથી. જો તમે મને કોઈ જાણકારી આપો તો હું આભારી રહીશ. જેના કારણે હું કેશ ફ્લોનો પ્લાન કરી શકું. જેમ તમે જાણો છો કે હું આ પ્રોજેક્ટને કોઈ વ્યવસાયિક ફાયદા માટે નથી કરી રહ્યો પરંતુ ફક્ત ફેવર માટે કરી રહ્યો છું. "
આગળ લખ્યું છે કે "હું આ કામને કોઈ પણ તણાવ વગર કરવા માંગુ છું અને હું આભારી રહીશ કે જો તમે મને સ્પષ્ટ રીતે જણાવી શકો કે મને પૈસા ક્યારે મળશે. મારી આખી પ્રોપર્ટીનું રિનોવેશન કરાવવાનું છે જેમાં ફ્લોર બાથરૂમ હીટીંગ સિસ્ટમ છે. વુડન ફ્લોરમાં આખુ મટીરિયલ ઈન્સ્ટોલ થઈ ગયું છે. આખી ટીમ સાઈટ પર બાથરૂમ ઈન્સ્ટોલ કરવા માટે હશે. કામ નેક્સ્ટ અઠવાડિયા સુધી થઈ જશે. સારા સમાચાર એ છે કે બાથરૂમના કોર મટીરિયલની એક્સપ્રેસ ડિલિવરી થઈ જશે."
PM મોદી 15 ફેબ્રુઆરીના રોજ 'વંદે ભારત એક્સપ્રેસ'ને બતાવશે લીલી ઝંડી, જાણો ટ્રેનની ખાસિયતો
લંડનમાં સંપત્તિ ખરીદવાનો આરોપ
આ મામલો લંડનમાં 12 બ્રાયનસ્ટન સ્ક્વેયર પર 19 લાખ પાઉન્ડ (જીબીપી)ની સંપત્તિની ખરીદમાં કથિત રીતે મની લોન્ડરિંગના આરોપ સંબંધિત છે. આ સંપત્તિ કથિત રીતે રોબર્ટ વાડ્રાની છે. આ તપાસ એજન્સીએ કોર્ટને એમ પણ કહ્યું હતું કે તેને લંડનની અનેક નવી સંપત્તિઓ અંગે સૂચના મળી છે જે વાડ્રાની છે. તેમા પચાસ અને ચાલીસ લાખના બે ઘર અને છ ફ્લેટ તથા અન્ય સંપત્તિઓ પણ છે.
વાડ્રાના પત્ની પ્રિયંકા ગાંધી સફેદ લેન્ડ ક્રુઝર ગાડીમાં રોબર્ટ વાડ્રા સાથે મધ્ય દિલ્હીના જામનગર હાઉસ સ્થિત એજન્સીની ઓફિસ બહાર તેમની સાથે ગયા હતાં. આ પગલાને લોકસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસ વિરોધીઓ માટે રાજનીતિક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. વાડ્રા રાતે 9.40 વાગે તે જ કારથી ઈડી કાર્યાલયથી એકલા પાછા ફર્યા હતાં.
રોબર્ટ વાડ્રાની પૂછપરછ અંગે એક સવાલના જવાબમાં પત્ની પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ મારા પતિ છે, તેઓ મારો પરિવાર છે...હું મારા પરિવારની સાથે ઊભી છું. એમ પૂછવામાં આવ્યું કે શું આ રાજકીય બદલો છે તો તેમણે કહ્યું કે દરેકને ખબર છે કે આ બધુ કેમ થઈ રહ્યું છે.