PM મોદી 15 ફેબ્રુઆરીના રોજ 'વંદે ભારત એક્સપ્રેસ'ને બતાવશે લીલી ઝંડી, જાણો ટ્રેનની ખાસિયતો
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની પહેલી એન્જિનરહિત ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને 15 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હી રેલવે સ્ટેશનથી રવાના કરશે. રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. પીએમ મોદી સવારે 10 વાગ્યે આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે.
હાલમાં જ રેલવે મંત્રી પીયૂષ ગોયલે ટ્રેન 18ને વંદે ભારત એક્સપ્રેસ નામ આપ્યું હતું. આ ટ્રેનને ચેન્નાઈના ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરાઈ છે. દિલ્હી રાજધાની માર્ગના એક ખંડ પર પરીક્ષણ દરમિયાન 180 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપ મેળવીને ભારતની સૌથી વધુ ઝડપી ટ્રેન તે બની ગઈ.
અધિકારીએ કહ્યું કે વડાપ્રધાન 15 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યે આ ટ્રેનને રવાના કરશે અને એક કાર્યક્રમ દરમિયાન તેઓ ભાષણ પણ આપશે. તેમણે કહ્યું કે અમારા માટે આ ખુબ ગર્વની વાત છે. કારણ કે આ ટ્રેન રેલવેની પહેલી સ્વદેશી ટ્રેન છે. 16 ડબ્બાવાળી આ ટ્રેન 30 વર્ષ જૂની શતાબ્દીની જગ્યા લેશે અને દિલ્હી તથા વારાણસી વચ્ચે દોડશે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની આ છે ખાસિયતો
1. દેશની પહેલી એન્જિન રહીત 16 કોચવાળી આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ભારતીય એન્જિનિયરોએ 18 મહિનાના રેકોર્ટ સમયમાં બનાવેલી છે.
2. આ ટ્રેન પર 97 કરોડનો ખર્ચ થયો છે અને તેને ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવી છે.
3. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 30 વર્ષ જૂની શતાબ્દી એક્સપ્રેસની જગ્યા લેશે જેમાં કુલ 16 કોચ છે જે ચેરકાર છે. 16માંતી 12 કોચ નોર્મલ ચેરકાર છે અને દરેક બોગીમાં 78 સીટ છે.
4. તેમાં 2 કોચ એક્ઝિક્યુટીવ ટાઈપના છે જેમાં 25 સીટ છે. બે કોચ ડ્રાઈવિંગ કોચ છે જે નોર્મલ ચેરકાર ટાઈપના છે.
5. ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા છે. જ્યાં સ્લાઈડિંગ સીડી છે. તેમાં ઉતરવામાં સરળતા રહેશે. એટલું જ નહીં આ ટ્રેનમાં કંટ્રોલ અને રિમોટ મોનીટર માટે કોમ્પ્યુટર પણ લાગેલા છે.
6. એક કોચમાંથી બીજા કોચમાં જવા માટે ગેંગવે સંપૂર્ણ રીતે સીલ છે. તેનાથી મુસાફરોને પરેશાની નહીં થાય. આખી ટ્રેન તો એસી છે જ પરંતુ સાથે સાથે ડ્રાઈવરની કેબિન પણ એસી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે