નવી દિલ્હી : દિલ્હી, એનસીઆર વિસ્તારમાં પ્રદૂષણની ઉંડી થતી સમસ્યાને ઉકેલવા માટે ગુરૂવારે બોલાવેલી બેઠકમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેસ અને રાજસ્થાનના પર્યાવરણ મંત્રીએ ભાગ નહોતો લીધો. આ મંત્રીઓની ગેરહાજરી અંગે પોતાની નારાજગી વ્યક્ત કરતા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે તેઓ રાજ્ય સરકારને આ અંગે વાત કરશે. ડૉ. હર્ષવર્ધનની બેઠક બાદ કહ્યું કે, બેઠકમાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈન ઉપરાંત દિલ્હીના મુખ્ય સચિવ અને પર્યાવરણ સચિવ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બીજી તરફ પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના પર્યાવરણ મંત્રી બેઠકમાં નહોતા આવ્યા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રદૂષણની સતત વધી રહેલી સમસ્યા છતા આ મુદ્દે રાજ્ય સરકારની સંવેદનહીનતાના સવાલ અંગે હર્ષવર્ધને કહ્યું કે, બેઠક દરમિયાન મે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ કદાચ વિદેશમાં હોવાનાં કારણે તેમની સાથે વાત થઇ શકી નહોતી. આ વિષય અંગે હું રાજ્ય સરકારો સાથે ચર્ચા કરીશ.ઉલ્લેખનીય છે કે પર્યવારણ મંત્રાલયે એનસીઆરના પાંચ શહેરો દિલ્હી, નોએડા, ગાઝીયાબાદ, ફરીદાબાદમાં હવાની સતત ખરાબ થઇ રહેલી ગુણવત્તાને ધ્યાને રાખીને સંબંદ્ધ રાજ્ય સરકારોને સંયુક્ત પ્રયાસોની સમીક્ષા કરવા માટે ગુરૂવારે પર્યાવરણ મંત્રીઓને બેઠક બોલાવી હતી. 

બેઠકમાં હાજર એક અધિકારીએ જણાવ્યું કે, દિલ્હી ઉપરાંત બાકી રાજ્યોની પર્યાવરણ નિયંત્રણ સમિતીઓનાં એન્જીનિયર સ્તરના અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો. સુત્રો અનુસાર હર્ષવર્ધને રાજ્યોના આ પ્રસંગ પર બેઠક દરમિયાન નારાજગી વ્યક્ત કરી. 

કોઇ પણ શહેરનું પ્રદર્શન સંતોષજનક નથી રહ્યું
તેમણે જણાવ્યું કે, પાંચેય શહેરોમાં વાયુ પ્રદૂષણ સંબંધીત માનકોનાં પાલન પર નજર રાખવા માટે મંત્રાલય દ્વારા રચાયેલ 41 મોબાઇલ દળોના ગત્ત 15 સપ્ટેમ્બરથી ચાલી રહેલા અભિયાનની રિપોર્ટમાં કોઇ પણ શહેરનું પ્રદર્શન સંતોષજનક રહ્યું નહોતું. આ શહેરોમાં સમસ્યા અને તેના કારણોને દુર કરવાનાં ઉપાયો અને પ્રદૂષણનું પાલન નહી કરવાનાં દર ખુબ જ ઓછા રહ્યા હતા. 

રિપોર્ટ અનુસાર માનકનું પાલનનો દર નોએડામાં 7.36 ટકા, ફરિદાબાદમાં 5.01 ટકા, દિલ્હીમાં 4.06 ટકા, ગાઝીયાબાદમાં 3.70 ટકા અને ગુરૂગ્રામમાં 3.93 ટકા નોંધાઇ. તેમણે પંજાબ અને હરિયાણામાં ભુસુ સળગાવવાની ફરિયાદોમાં રણ 25 ઓક્ટોબર સુધી 30 ટકા સુધીનો ઘટોડો પુરતો નહી હોવાનું જણાવતા કહ્યું કે, આપણે આટલાથી સંતુષ્ટ ન થવું જોઇએ. હજી ઘણુ બધુ કરવાનું બાકી છે. 

સ્વચ્છ વાયુ અભિયાન માટે લીલી ઝંડી
બેઠક બાદ ડૉ.હર્ષવર્ધન આગામી દસ દિવસ સુધી આ પાંચ શહેરોમાં ચાલનારા સ્વચ્છ વાયુ અભિયાનને લીલી ઝંડી આપશે. જેના હેઠળ કેન્દ્ર અને તમામ પાંચ રાજ્ય સરકારો સંબંધ વિભાગના અધિકારીઓની હાજરીવાળા 52 નિરિક્ષણ દળ સતત પાંચ શહેરોમાં પ્રદૂષણના માનકોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ચેકિંગ હાથ ધરશે.