નવી દિલ્હી : આ વર્ષે ફેબ્રુઆરી મહિનામા સંગઠીત ક્ષેત્રમાં ગત્ત વર્ષે ફેબ્રુઆરીની તુલનાએ ત્રણ ગણા વધારે રોજગાર પેદા થયા છે.આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 8.61 લાખ રોજગાર પેદા થયા. ગત્ત વર્ષે ફેબ્રુઆરીમાં આ આંકડો 2.87 લાખ રહ્યું હતું. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ હાલનાં આંકડા અનુસાર જાન્યુઆરી, 2019માં નવી નોકરીઓની સંખ્યા સૌથી વધારે 8.94 લાખ રહ્યા. આ પહેલા ગત્ત મહિને બહાર પાડવામાં આવેલા અંતિમ આંકડામાં આ સંખ્યા 8.96 લાખ હોવાનું જણાવાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્ર નકુલનાથ માટે CM કમલનાથે કહ્યું- 'જો કામ ન કરે તો તેના કપડાં ફાડી નાખજો'

ઇપીએફઓ એપ્રીલ 2018થી કંપનીઓનાં વેતન રજીસ્ટરમાં દાખલ થનારા નામનાં આધારે રોજગારના આંકડા ઇશ્યું કરી રહ્યા છે. સંગઠને સપ્ટેમ્બર, 2017ની અવધિના આંકડા એકત્ર છે. ફેબ્રુઆરી 2019માં 22-25 વર્ષ આયુ વર્ગનાં 2.36 લાખને અને 18-21 આયુવર્ગનાં 2.09 લાખ યુવાનોને રોજગાર મળ્યું છે. આંકડા અનુસાર  સપ્ટેમ્બર 2017 ફેબ્રુઆરી 2019ની વચ્ચે આ આંકડો અસ્થાયી છે અને કર્મચારીઓનાં રેકોર્ડને અદ્યતન કરવાનું સતત પ્રક્રિયાનો હિસ્સો છે. 
આ બે સીટ છે ભાજપ માટે ખુબ પ્રતિષ્ઠાનો વિષય, જીત માટે પીએમ મોદી પોતે ઉતરશે મેદાનમાં

ઇપીએફઓએ કહ્યું કે, તેના હાલનાં રિપોર્ટમાં માર્ચ 2018ના આંકડામાં સૌથી વધારે સંશોધન સામે આવ્યા છે. તેમાં 55,934 સભ્ય  સભ્યો ઇપીએફઓનાં સભ્યોથી બહાર થયા. તે અગાઉ ગત્ત મહિને બહાર પાડવામાં આવ્યા આંકડાઓમાં જણાવાયું હતું કે માર્ચ 2018માં 29,023 અંશધારકોએ ઇપીએફ યોજના છોડી છે.